ધરપકડ:ગાંધીધામના મકાનમાંથી 29 હજારનો શરાબ ઝડપાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી પોલીસે પાડેલા દરોડામાં ઓરડીમાંથી 182 ક્વાર્ટરીયા મળ્યા
  • પૂર્વ કચ્છમાં બે દરોડામાં 47 હજારનો વિદેશી દારૂ મળ્યો, આરોપી નહીં

પૂર્વ કચ્છમાં જુદી જુદી જગ્યાએ બે દરોડામાં કુલ રૂ.47 હજારનો વિદેશી શરાબ ઝડપાયો હતો પણ આરોપી બન્ને દરોડામાં હાજર મળ્યા ન હતા, જેમાં એલસીબીએ ગાંધીધામના સુંદરપુરીમાં દરોડો પાડી રૂ.29 હજારનો દારૂ ઝડપ્યો હતો, જ્યારે સામખિયાળી પોલીસે પાડેલા દરોડામાં ઓરડીમાંથી 182 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા.

એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન સુંદરપુરી રહેતો પ્રકાશ ઉર્ફે પકાડો કાનજીભાઇ માતંગ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે, આ બાતમીના આધારે તેના રહેણાક મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.29,400 ની કિંમતના વિદેશી દારૂની 84 બોટલો મળી આવી હતી પણ આરોપી પ્રકાશ ઉર્ફે પકાડો હાજર મળ્યો ન હતો.એલસીબીએ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ પીએસઆઇ એસ.એસ.વરૂ અને વી.આર.પટેલ તેમજ સ્ટાફ જોડાયો હતો.

તો સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપી હતી કે, ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શાંતિનગર પ્લોટ વિસ્તારમાં આવેલી મગન માવજી કોલીની બંધ ઓરડીમાં દરોડો પાડતાં તે ઓરડીમા઼થી રૂ.18,200 ની કિંમતના વિદેશી શરાબના 182 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા પણ હાજર ન આરોપી નવિન જશા કોલી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. પીએસઆઇ એસ.વી.ડાંગર તથા સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...