પોલીસ કાર્યવાહી:સુંદરપુરીથી 29 હજારનો શરાબ મળ્યો, આરોપી નહીં

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાદવનગરમાં 26 હજારનો દારૂ જપ્ત, 2 આરોપી છૂ

ગાંધીધામના સુંદરપુરીના મકાનમાં પોલીસે પાડેલા દરોડામાં 29 હજારનો વિદેશી શરાબ મળી આવ્યો પણ આરોપી હાજર ન મળ્યા , તો કાર્ગો યાદવનગરમાં પોલીસે પાડેલા દરોડામાં ઓરડીમાંથી રૂ.26 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, પણ બે આરોપી હાજર મળ્યા ન હતા.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સુંદરપુરીના ગણેશ મંદિર પાસે રહેતા પ્રેમ કેશા માતંગ અને ગોવિંદ કેશા માતંગ પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તેમના રહેણાક મકાનમાં દરોડો પાડતાં રૂ. 29,250 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની 78 બોટલો મળી આવી હતી પરંતુ દરોડા દરમિયાન પ્રેમ કેશા માતંગ અને ગોવિંદ કેશા માતંગ હાજર મળ્યા ન હતા.

બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી પકડવાના ચક્રો ગતિમાન કરાયા હોવાનું પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન કાર્ગો યાદવનગરના રામાપીર મંદિર પાસે પહો઼ચી ત્યારે બાતમી મળી હતી કે હરેશ નારાણભાઇ ભરવાડ અને વિશાલ ઉર્ફે વિહો સક્તાભાઇ ભરવાડ સાથે મળી વિદેશી દારૂનો ધંધો કરે છે અને હરેશની ઓરડીમાં જથ્થો રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તે ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.26,700 ની કિંમતના વિદેશી દારૂની 72 બોટલો મળી આવી હતી પરંતુ બન્ને આરોપી દરોડા સમયે હાજર મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...