સંતાડેલો દારૂ પણ પોલીસે પકડી પાડ્યો:અંજારના વરસામેડીની આંગણવાડીમાંથી 1.89 લાખનો દારૂ મળ્યો; તમામ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના વરસામેડીની આંગણવાડીમાંથી રૂ. 1.89 લાખના દારૂને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમે વરસામેડી સીમમાંથી રૂપિયા 12.60 લાખના દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી પાડ્યા બાદ આરોપીઓની પુછપરછ કરતાં આ પકડાયેલા દારૂનાં જથ્થા સિવાય અન્ય દારૂનો જથ્થો વરસામેડી ગામે આંગણવાડીનાં ખંડેર મકાનમાં તેમજ વરંડામાં રાખેલ હોવાનું જાણવા મળ્યું હતુ. આરોપીઓને સાથે રાખી રેડ કરતા રૂ. 1 લાખ 89 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 540 બોટલ મળી આવતા આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...