કચ્છમાં રણના માર્ગે દારુનો જથ્થો ઘુસાડાતો હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે રાપરના વરણુ ગામના રણના કાંઠા પાસે વોચ રાખીને આવતી એક કારમાંથી દોઢ લાખના દારુ સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.વિધાનસભા ચુંટણીની આચારસંહિતા લાગુ પડી ચુકી છે ત્યારે રાપર અને ભચાઉ સર્કલનો પોલીસ કાફલો તપાસમાં હતો દરમ્યાન આડેસર પોલીસના પીએસઆઈ બી.જી. રાવલને મળેલી બાતમીના આધારે વરણુ રણ કાંઠા પાસે સર્ચ ચાલતી હતી
ત્યારે અંગ્રેજી દારુનું કટીંગ ચાલતું હતું ત્યારે પોલીસે સ્થળ પર પહોંચીને અલગ અલગ બ્રાંન્ડની કુલ 348 બોટલ દારુ, કે જેની કિંમત દોઢ લાખ થવા જાય છે. તે સાથે કાર અને મોબાઈલ મળીને કુલ 6,71,640નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી પ્રકાશ વાલાભાઈ ઠાકોર (ઉ.વ.22) (રહે. નાની પીપળી, રાધનપુર) અને આકાશ જયંતીભાઈ રાવલ (ઉ.વ.20) (રહે. રાધનપુર) ને ઝડપી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.