ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ચકચાર મચાવી છે. અત્યાર સુધી 58 લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ મોતનો આંકડો કેટલે જઈ અટકશે કંઈ નક્કી નથી. મોતના માતમથી અનેક પરિવારો વેર-વિખેર થઈ ગયા છે. રોજિદ ગામ સ્મશાનભુમીમાં ફેરવાઈ ગયું છે. લઠ્ઠાકાંડને પગલે દર એક કલાકે મોતના સમાચાર આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઝેરી દેશી દારૂની આ ઘટનાએ હાહાકાર મચાવી દિધો છે તેવામાં રહી રહીને તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યભરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે ત્યારે પૂર્વ કચ્છ એલસીબીએ છેલ્લા ત્રણ માસથી દેશી દારૂની બદી ઉપર તવાઇ બોલાવવાનું જારી રાખ્યું છે. જેમાં ગાંધીધામ, અંજાર અને રાપરમાં કોમ્બીંગ કરી દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓનો નાશ કરી રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે મહિલા બુટલેગર સહિત 06 વિરુધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરાઇ હતી.
કચ્છના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા
આ અંગે એલસીબી પીઆઇ એમ.એન. રાણાએ જણાવ્યું હતું કે, દેશી દારૂની વધી ગયેલી બદીને ડામવા છેલ્લા ત્રણ મહિનાથી દરોડાઓ પાડી કડક કાર્યવાહી કરાઇ રહી છે. ગઈકાલે અંજારના વીડીના સીમ વિસ્તારમાં ધમધમી રહેલી ભઠ્ઠી પર તવાઇ બોલાવી મુકેશ ધનજી કોલી અને સલીમ જુમાભાઇ શેખ વિરુધ્ધ કાર્યવાહી કરાઇ હતી. તો ગાંધીધામના સેક્ટર -1 એ માં ભઠ્ઠીનો નાશ કરી સોનીબેન મગન દેવીપૂજક અને ગીતાબેન પરબત દેવીપૂજક સામે તેમજ રાપરના ડાભુંડા ખાતે કોમ્બિંગ કરી પ્રવિણસિંહ હીરજી પીર (તુવર) અને નીરૂભા ચમનસિંહ પીર (તુવર) વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂપિયા 3,820 નો તૈયાર દેશી દારૂ રૂપિયા 7,600 નો 3,8000 લીટર દારૂ બનાવવાનો આથો અને રૂપિયા 700 લના સાધનો મળી કુલ રૂપિયા 12,120 નો મુદ્દામાલ જપ્ત કરી જે-તે પોલીસ મથકોને તપાસ સોંપાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.