ગાંધીધામ સંકુલના નિર્માતાને શ્રદ્ધાસુમન:ગાંધીધામ ખાતે સ્વ. ભાઈપ્રતાપની નિર્વાણ તિથિ ઉજવાઈ; વિવિધ ટ્રસ્ટના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સંકૂુલના નિર્માતાના શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમા અર્જનદાસ જગેસિયા, હરી ભાઈ ચાવલા, સાધુરામ મદનાની, અશોક માખીજા, પ્રો. લછી રામની, મોહન ઉદાસી, ગોવિંદ દનીચા, મનીષ ભાટીયા, રામ સ્વરૂપ મોર્ય, રામજી મહેશ્વરી તેમજ અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આદિપુર સ્થિત ભાઈ પ્રતાપની સમાધિ મઘ્યે ભાઈ પ્રતાપ સિનિયર સિટીઝન ક્લબ, માનવતા ગ્રુપ અને દુઃખભંજન દરબાર ટ્રસ્ટના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જણાવ્યું હતું કે, " અખંડ ભારતના ભાગલા બાદ સિંધી સમાજની સાથે સાથે વિવિધ સમાજના લોકોને અહીં સ્થાયી કરવામાં અને રોજગાર પુરું પાડવામાં ભાઈપ્રતાપનો અમૂલ્ય ફાળો છે. આ સંકુલ સદૈવ તેમને સ્મરણ કરતું રહેશે અને અમે તેમના આભારી રહીશું."

અન્ય સમાચારો પણ છે...