રાજવી બ્રીજનું કામ રેલવેએ પાટે ચડાવ્યું:આરએન્ડબીનો નકશો પાસ પણ જમીન સંપાદન બાકી : ચૂંટણી વર્ષમાં લંબીત પ્રોજેક્ટોમાં સંચાર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રિજના 75 મીટરના ત્રણ ગાળાનું નિર્માણ કાર્ય ડાયવર્ઝન સાથે શરૂ કરાયુ, માર્ગ અને મકાન વિભાગ બે મહિના પછી કામ આરંભશે

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રાજવી ફાટક પર રેલ ઓવરબ્રીજ કામ આખરે શરૂ કરવામાં આવ્યુ છે. હાલમાં રેલવે વિભાગજ પોતાના પટ્ટાનું કાર્ય કરી રહ્યું છે, મહત્વનું કાર્ય જેમણે કરવાનું છે તે આરએન્ડબી બાકીની પ્રક્રિયાઓ પુર્ણ થતા બે મહિના બાદ કામ શરૂ કરી શકે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ગાંધીધામ થી ગળપાદર, અંજાર જવાના માર્ગે આવતા રાજવી ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની માંગ વર્ષોથી થઈ રહી છે,પરંતુ કોઇને કોઇ કારણોસર સતત ઠેલાતા આ કાર્ય અંતે તેના અંજામ નજીક પહોંચી રહ્યું હોય તેમ જેમણે પ્રોજેક્ટ પાર પાડવાનો છે, તે બે વિભાગોમાના એક રેલવે દ્વારા પાટા આસપાસની રેલવે જમીનના 75 મીટરના ક્ષેત્રમાં ત્રણ ગાળાનું નિર્માણ કાર્ય આરંભ્યુ છે.

નિયમાનુસાર તે બન્ને તરફના એપ્રોચ રોડનું નિર્માણ કાર્ય આરએન્ડબી વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. છેલ્લા ઘણા સમયથી લંબીત આ પ્રોજેક્ટમાં આરએન્ડબીનો નકશો પાસ થઈ ગયો છે, પરંતુ બીએસએફ કેમ્પ ક્ષેત્રમાં આવતી જમીન સંપાદનની પ્રક્રિયા પુર્ણ ન થઈ શકી હોવાનું જાણવા મળે છે. આટલા વર્ષોથી જેની રાહ જોવાથી તે ઓવરબ્રીજનું કાર્ય ચુંટણીના વર્ષમાં આખરે શરૂ થઈ જતા લોકોને આ કાર્ય થશે તે નક્કી થયું છે, નોંધવુ રહ્યુ કે વર્ષોથી આ કામ કેમ આગળ નથી ધપતું તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓને સ્થાન મળ્યુ છે.

નકશો બદલાવવામાં આવતા પરવાનગી પ્રક્રિયા મોડી પડી
છેલ્લા મુકામે પણ આવીને થઈ રહેલા વિલંબ અંગે નકશો બદલવામાં આવુ થયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ જે ઓવરબ્રીજનો નકશો રજુ કરાયો હતો, તેમાં ધાર્મિક સ્થાનને અસર થતી હોવાથી તેમાં આંશીક ફેરબદલ કરવામાં આવ્યો હતો. જેના કારણે હવે સર્વિસ રોડનો ભાગ સુરક્ષા દળના એરીયામાં આવતા સંપાદન પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...