ગાંધીધામમાં જામ્યો બેડમિન્ટન ફીવર:રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓનો દબદબો રહ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોપ સીડેડ ખેલાડીઓની કસોટી
  • કેડીટીટીએના કોમ્પ્લેક્સમાં 5 કોર્ટ પર 13 ઇવેન્ટમાં 93 જેવી મેચો રમાઈ

કેડીબીએ દ્વારા આયોજિત યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2022 ના બીજા દિવસે ગુજરાતભરથી આવેલ ખેલાડીઓ સાથે કચ્છના ખેલાડીઓએ પણ પોતાનુ કૌવત દેખાડતા નજરે પડ્યા હતા. કેડીબીએ અને કેડીટીટીએના કોમ્પ્લેક્સમા 5 કોર્ટ પર 13 ઇવેન્ટમાં 93 જેવી મેચો રમાઈ. ભાસ્ય પાઠકે અમદાવાદના કબીર જેટવાણી ને ત્રણ ગેમમાં 21-18, 21-12 અને 21-15 થી પછાડી અપસેટ સર્જ્યો હતો અને કચ્છને પહેલી જીત અપાવી હતી.

કેડીબીએ ના વિશ્વરાજ ઝાલાએ પણ અંડર-17 માં દાદરા નગર હવેલીના ધ્રુવરાજસિંહ ડોડીયાને સતત બે મેચોમાં 21-11, 21-12 થી પરાજય આપી કેડીબીએ નો બેડમિન્ટનમાં ડંકો વગાડ્યો હતો. અપસેટથી કચ્છના રમત પ્રેમીઓમાં ઉત્સાહ જગાડ્યો હતો. શરૂ થનાર ટોપ સીડેડ ખેલાડીઓની રમત જોવા નો લહાવો લેવા રમત પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ અશોક મિત્તલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...