ટેક્સ ટ્રેકીંગ:કચ્છ સેન્ટ્રલ જીએસટીની જુલાઈ માસમાં વિક્રમી 244 કરોડની આવક

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ‘21ના મહિનામાં 228 કરોડનો માસિક આવકનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન
  • 2017 બાદથી કચ્છ આયુક્તમાં અત્યાર સુધી 200 કરોડથી વધુ માસિક આવક 7 વારજ પહોંચી છે

સેંટ્રલ જીએસટી વિભાગનું કચ્છ આયુક્ત બન્યા બાદથી સતત નવા વિક્રમો સર કરતું રહ્યું છે, માત્ર એક મહિનામાં સરકારની તીજોરીમાં થયેલી આવકના સંદર્ભમાં કચ્છ આયુક્તે પોતાના જુના તમામ રેકર્ડ તોડીને ગત જુલાઈ માસમાં 244 કરોડની વસુલાત નોધાવી હતી.

જુલાઈ-2022ના મહિનામાં સીજીએસટીમાં સૌથી વધુ આવક 243.73 કરોડ થઈ હતી, જે અગાઉ 2021ના એપ્રીલ મહિનામાં નોંધયેલા શ્રેષ્ઠ 228.48 કરોડને પાર કરીને નવો વિક્રમ બન્યો હતો. જુલાઈ 2017માં જીએસટીની શરૂઆત થઈ ત્યારબાદ માત્ર સાત વાર માસીક 200કરોડની આવકને વટાવી શક્યું છે, જેમાં સર્વાધિક આવક ગત મહિને નોંધાતા એક સીમાચીહ્ન રુપ આંકડે પહોંચ્યા હતા. સીજીએસટીના સતાવાર સુત્રોએ જણાવ્યું કે આ કમિશનરેટની સરેરાશ માસિક આવક 108 કરોડ શરૂઆતી 2017-’18ના પ્રથમ વર્ષે હતી, જે વધીને લગભગ બમણી 204 કરોડ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ થી જુલાઈ ના સમયગાળા દરમિયાન થઈ ગઈ હતી. બીજી તરફ પીએમઓ સુધી થયેલી નનામી અરજીઓ પણ ચર્ચામાં રહી હતી.

કુલ 13,416 કરદાતાઓમાંથી 10,620 રિટર્ન ફાઈલ થયા
રિટર્ન કમ્પ્લાયન્સમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે એપ્રિલ-2021માં 53% એટલે કે 12,777 સક્રિય કરદાતાઓમાંથી 6,739 રિટર્ન ફાઈલ થયા હતા, તે જૂન’22માં વધીને 79% એટલે કે 13,416 સક્રિય કરદાતાઓમાંથી 10,620 રિટર્ન ફાઈલ થયા હતા. વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું કે ટોચના 1700 કરદાતાઓના સંબંધમાં, જેઓ કમિશનરેટની આવકના 90% કરતા વધુને આવરી લે છે, છેલ્લા 8 મહિનાથી ક્લોઝ મોનિટરિંગ થકી લાભ થયાનો દાવો કરાયો હતો.

કોઇને કોઇ કારણોસર ગત વર્ષોમાં ચર્ચામાં રહ્યું સેંટ્રલ જીએસટી
સેંટ્રલ જીએસટીની ગાંધીધામ બેસતી જિલ્લાની મુખ્ય કચેરીમાં વિવિધ કારણોસર ચર્ચામાં રહી હતી. બેઝ ઓઈલ પર કરાયેલી કાર્યવાહી, લીઝ આધારીત જમીન સંલગ્ન અપાયેલી નોટિસો, ઈમારત અને તેની માલીકી, ટ્રાન્સપોર્ટર્સ, ફરિયાદો અને કેસો સહિતના મામલે કચેરી ચર્ચામાં રહી હતી.

સ્ટેટ જીએસટી પાસે આંકડાઓનો અભાવ
વેટમાંથી સ્ટેટ જીએસટી બનેલા વિભાગમાં કચ્છમાંથી કુલ કેટલી આવક થઇ તેના આંકડાઓ સ્થાનિક સ્તરના અધિકારીઓ પાસે પણ ઉપલબ્ધ નથી. જે પાછળ ઓનલાઇન થયેલી વ્યવસ્થા કારણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...