કાર્યવાહી:રાજવી ફાટક પાસેથી ચોરાઉ બાઇક અને 4 સાયકલ સાથે કિશોર જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજવી ફાટક પાસેથી ચોરાઉ બાઇક અને 4 સાયકલ સાથે કિશોર જબ્બે

ગાંધીધામના રાજવી ફાટક પાસે વોચમાં ઉભેલી પોલીસે શંકાના આધારે એક કાયદાના સંઘર્ષમા઼ આવેલા કીશોરને 1 ચોરાઉ બાઇક અને 4 સાયકલ સાથે પકડી રૂ.23,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એ-ડિવિઝન પીઆઇ એ.બી.પટેલ ટીમ સાથે રાજવી ફાટક પર પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ લાગતા કાયદાના સંઘર્ષમાં આવેલા કીશોરની પુછપરછ કરતાં તેની પાસેથી ચોરીમાં મેળવેલી રૂ.15,000 ની કિંમતની એક બાઇક તેમજ રૂ.8,000 ની કિંમતની ચાર સાયકલો મળી કુલ રુ.23,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

આ વાહનો ક્યાંથી ચોરી કર્યા વગેરે પુછપરછ ચાલુ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. પીઆઇ પટેલે જણાવ્યું હતું કે પકડાયેલો કિશોર હેન્ડલ લોક ન કરેલા વાહનો ચોરી કરી જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આ તબ્બકે તેમણે લોકોને પોતાના વાહન હેન્ડલ લોક કરવા પણ અપીલ કરી હતી.

આદિપુરની હેમુ કલોનીમાંથી 40 હજારની બાઇક ચોરાઇ
આદિપુરમાં વોર્ડ-6/બીહેમુ કોલોનીમાં ​​​​​​​રહેતા મુળ જારખંડના રાજેશ શિવકુમાર યાદવ તા.8/5 ના રાત્રે 11 વાગ્યે પોતાની રૂ.40,000 ની કિ઼મતની બાઇક ઘર પાસે પાર્ક કરી રાત્રે 11 વાગ્યે નાસિક ગયા હતા. તા.18/5 ના રાત્રે તેઓ 9 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે પાર્ક કરેલી બાઇક ન દેખાતાં આસપાસ જાતે શોધખોળ કરી પર઼તુ ન મળતાં આ બાબતે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...