વિવાદ:નાના ભાઇના ઝઘડાનો ખાર રાખી મોટાને છરી ઝીંકાઇ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આદિપુરના બનાવમાં ઘાયલ ભુજ ખસેડાયો

આદિપુરમાં બે વાળી લેબર કેમ્પમાં પોતાના નાના ભાઇ સાથે ચાર માસ પહેલાં થયેલા જુના ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે મોટા ભાઇને ગળાના ભાગે છરી ઝીંકી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આદિપુર બે વાળી લેબર કેમ્પમાં ખેતરપાળ મંદિર પાસે રહેતો 20 વર્ષીય સાહિલ કિશનભાઇ મહેશ્વરી આજે સાંજે 4 વાગ્યે ઘર પાસે ખુરશી પર બેઠો હતો ત્યારે તેમની શેરીમાં જ રહેતો મુકેશ પાતારીયા તેમની પાસે આવી બોલાચાલી કરતા છરીનો ઘા ગળાના ભાગે ઝીંકી ઇજા પહોંચાડતાં બૂમાબૂમ સાંભળી તેમના મિત્ર અશ્વિન બુચીયા અને માતા પિતાએ આવી છોડાવ્યો હતો.

જતાં જતાં મુકેશ તેમને આજે તો બચી ગયો હવે જ્યારે પણ મળીશ ત્યારે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો ગયો હતો. ઇજાગ્રસ્ત સાહિલને પ્રથમ રામબાગ હોસ્પિટલ સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. સાહિલે આદિપુર પોલીસ મથકે આ હુમલાનું કારણ મુકેશનો તેમના નાના ભાઇ ક્રિષ્ના સાથે ચાર મહિના અગાઉ ઝઘડો થયો હતો તે બાબતનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવી મુકેશ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આદિપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...