પરવાનગી:કંડલાથી ઈઝરાયેલ 31 હજાર ટન ઘઉં નિકાસ થશે, 4 દેશોને પરવાનગી બાદ ‘કંટ્રી ટુ કંટ્રી’ સોદો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત બે મહિનાથી ચર્ચામાં રહેતા ઘઉંના એક્સપોર્ટ પર સરકારે પ્રતિબંધની લગામ કસ્યા બાદ હવે ‘કંટ્રી ટુ કંટ્રી’ આધાર પર પરવાનગીઓ અપાઈ રહી છે. ગત બે દિવસમાં પડોસી ચાર દેશોને આ માટે મંજુરી મળ્યાના અહેવાલ આવ્યા બાદ હવે કંડલાથી વધુ એક ઈઝરાયેલના કન્સાઈમેન્ટને પરવાનગી મળી હોવાનું જાણવા મળે છે.ઈઝરાયેલ દ્વારા ભારતીય ઘઉંની ખેપ મંગાવવા માટે સરકારી ચેનલ થકી સંદેશ પાઠવ્યો હતો. જે આધારે ડીજીએફટી દ્વારા પરવાનગી અપાઈ હોવાનું જાણવા મળે છે.

ખાનગી રાહે ઘઉંના એક્સપોર્ટ પર ગત મહિને સરકારે પ્રતિબંધ લાદ્યા બાદ તેમાં દેશ થી દેશ સતાવાર રીતે થયેલી માંગણીના આધારે પરવાનગી આપી શકાય તે નિયમ રખાયો હતો. જે આધારે ઈઝરાયેલ દ્વારા કરાયેલી માંગને ગ્રાહ્ય રાખતા કંડલા પોર્ટ થી ઈઝરાયેલાના હૈફા પોર્ટ સુધી 31 હજાર મેટ્રીક ટન ઘઉંને એક્સપોર્ટ કરવા પરવાનગી અપાઈ છે.

ગત થોડા દિવસમાં સરકાર દ્વારા પડોસી દેશ બાંગ્લાદેશ, તાન્ઝાનીયા, મલેશીયા અને ફીલીપાઈન્સને તેમજ સર્વપ્રથમ ઈજીપ્ત જવા માટે એક વેસલને પરવાનગી અપાઈ હતી. ઘણો જથ્થો નિકળી ગયો હોવા છતાં હજી પણ પોર્ટ આસપાસ પડેલા ઘઉંના જથ્થામાં વરસાદના કારણે નુકશાન થવાનો ભય પણ રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...