ચોરી:કલ્યાણપરના સ્વામિનારાયણ મંદિર હરામખોરોના નિશાને: દાનપેટીમાંથી 40 હજારની રોકડ ચોરાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29/8 ના રાત્રિના સત્સંગ પૂર્ણ થયા બાદ નિશાચરોએ તાળું તોડી ચોરીને આપ્યો અંજામ

રાપર તાલુકાના કલ્યાણપર (રત્નેશ્વરનગર) માં આવેલા સ્વામિનારાયણ મંદિરના દરવાજાનું તાળું તોડી પ્રવેશેલા તસ્કરો દાનપેટી તોડી રૂ.40 હજારની રોકડ ચોરી કરી ગયા હોવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાઇ છે. રત્નેશ્વરનગર કલ્યાણપરમાં રહેતા સુરેશભાઇ સવજીભાઇ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.28/8 ના સ્વામિનારાયણ મંદિરે સત્સંગ ચાલુ હોઇ તેઓ રાત્રે 12 વાગ્યા સુધી મંદિરે હતા. તા.29/8 ના રોજ સવારે છ વાગ્યે તેઓ દર્શન કરવા ગયા ત્યારે દર્શનાર્થે આવેલા ગામના જ દેવરાજભાઇ બાઉભાઇ ગોહિલ, ખીમા લક્ષ્મણભાઇ ગોહિલ અને અશ્વિન સવા ગોહિલને મંદિરના પૂજારી કેસાભાઇ વિભાભાઇ ગોહિલે મંદિરના દરવાજાના તાળા તોડી પ્રવેશેલા તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી અંદાજિત રૂ.40,000 રોકડ ચોરી કરી હોવાનું જણાવતાં આ બાબતે સંતોને જામણ કરાયા બાદ બે દિવસ પછી તેમણે આ ચોરી થઇ હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાવી હતી. વાગડમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ઘર હોય, વાડી હોય, કંપની હોય કે મંદિર બેફામપણે ચોરીને અંજામ આપી રહ્યા છે. આ ટોળી તાત્કાલિક પકડાય તેવી માંગ ગ્રામજનોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...