દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં હાલમાં 6 લિક્વિડ એટલે કે ઓઇલ જેટી છે, તેમજ 16 કાર્ગો જેટી છે. જેમાં લિક્વિડ જેટીમાં વધુ એક 7મી જેટીનું ચાલી રહેલું કામ હવે પુર્ણ થઈ ગયું છે. જેને ચાલુ મહિનાના અંતેજ લોકાપર્ણ કરાય તેવી સંભાવના છે. લિક્વિડ જેટી નંબર 7નું બાંધકામ 58 કરોડના ખર્ચે કરાયું છે. ખાધ તેલને ફોકસમાં રાખીને નિર્માણ કરાયેલી આ જેટી કંડલા અને ગાંધીધામ માટે મહત્વપુર્ણ પાયદાન બની રહેશે.
છેલ્લા એક દશકાથી સરકારી પોર્ટ્સમાં નંબર 1નો ખીતાબ સાચવી રાખનાર દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ આ સ્થાન જાળવી રાખવા હેન્ડલીંગ ક્ષમતા વધારવી ખુબ જરૂરી બની છે. કારણે કે પારાદીપ અને મુંબઈ પોર્ટ સતત તે દિશામાં કામ કરી રહ્યા છે. ડીપીએમાં હાલ પણ હેંડલ થતા કાર્ગોમાં અડધો અડધ સ્થાન લીક્વીડ કાર્ગોનું હોય છે. જેમાં કૃડ ઓઈલ થી લઈને ફુડ ઓઈલ સુધી ઘણી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
વર્તમાનમાં 6 લિક્વિડ જેટી ધરાવતા પોર્ટમાં આ મહિનાના અંત સુધીમાં 7મી જેટી પણ જોડાઈ જશે. તો 8નંબરની જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેનું કાર્ય સંભવત એક વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી, 2024સુધીમાં પુર્ણ થઈ જશે. હાલમાં તૈયાર થઈ ગયેલી જેટી નં. 7નું કાર્ય પુર્ણ થઈ ગયુ છે. મંજુરીની પ્રક્રિયાઓમાં અંતિમ તબક્કો જેને ગણી શકાય તે કસ્ટમ વિભાગની પ્રક્રિયા પણ પુર્ણ કરવામાં આવી છે.
કંડલાના ન્યુ કસ્ટમ હાઉસ દ્વારા બહાર પડાયેલા પરીપત્ર અનુસાર નવી ઓઇલ જેટી 7 કે જે 10 હજાર સ્કે. મીટરમાં ફેલાયેલી છે, અને તેના પુર્વે કંડલા ક્રિક, પશ્ચીમમાં ઈફ્કો કોમ્પ્લેક્ષ, ઉતરમાં નિર્માણાધીન ઓઈલ જેટી નં. 8 અને દક્ષીણમાં ઓઈલ જેટી નં. 6 છે, તેના પર થનારા દરેક આવા ગમન પર નજર રાખવા અને કાયદાકીય પ્રક્રિયાઓ અનુસાર ચાલવા કમિશનર સ્તરેથી સંદેશ અપાયો હતો. સુત્રોએ જણાવ્યું કે આ મહિનાના અંતે સંભવત 23મી જાન્યુઆરીના શીપીંગ મંત્રીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં આ જેટીના લોકાપર્ણનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.