મુંદ્રાના 500 કરોડના કોકેઈન કેસમાં ભાગવાના પ્રયાસ બાદ નાટકીય ઢબે કેરળની ઝડપાયેલા આરોપીને વહેલી સવારે 4 વાગ્યેજ ન્યાયાધિશના ઘરે રજુ કરીને પાલારા જેલના સળીયા પાછળ આરોપીને ધકેલી દેવાયો હતો. તો મુંદ્રામાંથી થોડા સમય અગાઉ વટાણાની દાણચોરી કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડીને મુંદ્રા કોર્ટમાં રજુ કરાયો હતો.મુંદ્રામાં મીઠાના કન્ટેનરમાં છુપાવીને લાવેલા 52 કિલો કોકેઈનના કેસમા ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખ મહમુદને ડીઆરઆઈ દ્વારા કેરળમાં ઝડપી પાડી ભુજ લાવવાની તજવીજ દરમ્યાન બાથરુમમાંથી ભાગી જઈ ફરી પકડાઈ ગયો હતો.
આરોપીની વર્તુણુક અને ભાગવના પ્રયાસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ સુધી ફ્લાઈટમાં લાવ્યા બાદ તેને અમદાવાદથી વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે ભુજની સ્પે. એનડીપીએસ કોર્ટમાં વહેલી સવારે 4:15 વાગ્યે રજુ કરીને પાલારા જેલ હવાલે ધકેલી દેવાયો હતો. આ સમયે કેંદ્ર સરકારના સ્પે. પ્રોસીક્યુટર તરીકે કલ્પેશ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ મુંદ્રામાં પોલીસી વિરુદ્ધ આયાતી વટાણાનું કન્સાઈમેન્ટ ઝડપાયાના કિસ્સામાં મુંબઈથી રાહુલ ભાનુશાળીની ધરપકડ પણ કરાઈ હતી, જેને મુંદ્રા કોર્ટમાં રજુ કરાયો હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.