ધરપકડ:ચોરી અને લૂંટને અંજામ આપનાર 1.59 લાખના મુદ્દામાલ સાથે જબ્બે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિડાણાના શખ્સ પાસેથી દાગીના, ચોરાઉ બાઇક, મોબાઇલ જપ્ત

આદિપુર પોલીસ મથકે નોંધાયેલા લૂંટના તથા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીના બનાવને અંજામ આપનાર કિડાણાના આરોપીને પોલીસે પકડી લઇ રૂ.1.59 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બી-ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.

તે દરમિયાન બાતમીના આધારે પોકેટ કોપ સોફ્ટવેરની મદદથી ચોરાઉ બાઇક સાથે કિડાણાના ચકિયાતવાસમાં રહેતા સુલતાન ગનીભાઇ છુછીયાને પકડી લઇ તેમના કબજામાંથી આદિપુર પોલીસ મથકે નોંધાયેલા લૂંટના બનાવમાં લૂંટ કરાયેલી રૂ.47,400 ની કિંમતની સોનાની ચેન, રૂ.25,000 ની કિંમતનું ચોરાઉ બાઇક, રૂ.62,000 ની કિંમતના 5 અલગ અલગ કંપનીના મોબાઇલ સહિત કુલ રૂ.1,59,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે સર્વેલન્સ સ્ટાફના હેડકોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ, ભરત ભાટી, લાખાભાઇ ઘાંઘર, પ્રવિણસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રવિ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, હિરેન મહેશ્વરી સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...