ધરપકડ:રેલ્વે સ્ટેશન પાસેથી લૂંટના ગુનાનો રીઢો આરોપી જબ્બે

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા પાસે સુપરવાઇઝરને છરી મારી હતી

કંડલા પાસે જતી ટ્રકો રોકી છરીની અણીએ ચોખાની લૂ઼ંટનો પ્રયાસ કરી સુપરવાઇઝરને છરી મારી ફરાર થયેલા લુંટ અને મારામારી, એટ્રોસિટિ એક્ટ તળેના 10 થી વધુ ગુનાઓ જેના વિરૂધ્ધ નોંધાયેલા છે તે રીઢા આરોપીને એ-ડિવિઝન પોલીસે ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો હતો.

એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલી બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા મારામારી અને એટ્રોસિટી હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપી નવા કંડલાના સર્વા ઝૂંપડામાં રહેતા ઇમરાન ઉર્ફે માટલો દાઉદભાઇ બાપડાને પકડી લીધો હતી.

પકડાયેલા ઇમરાન ઉર્ફે માટલા વિરૂધ્ધ વર્ષ-2016 થી અત્યાર સુધી ચોરી, લૂંટ, મારામારી અને એટ્રોસિટી એક્ટ તળે 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે. આ રીઢા આરોપી માટલાએ તા.23/8 ના રોજ કંડલા એલપીજી સર્કલ પાસે ટ્રક રોકી ચોખાની લૂંટનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિકાર કરનાર કંપનીના સુપરવાઇઝરને માથામાં છરી ઝીંકી ભાગી ગયો હતો. જો કે ઇમરાન ઉર્ફે માટલાનો સાગરિત કિડાણાના એકતાનગરમાં રહેતો અક્રમ સિદ્દિક કટિયા હજી પકડવાનો બાકી હોવાનું પીઆઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...