તપાસ:આઈટી તપાસ પૂર્ણ, જપ્ત સામગ્રી વિધિવત જમા કરવામાં આવી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં તપાસ તો પુરી પણ કરચોરોમાં હજુ ફફડાટ
  • ખાનગી રાહે લોકર રખાયા હોવાની શંકા 22 કરોડની જપ્તી, દસ્તાવેજોની તપાસ શરૂ

ગાંધીધામ સહિત કચ્છભરમાં 40 સ્થળોએ 5 દિવસ સુધી ચાલેલી તપાસ વિધિવત રુપે પુર્ણ થતા સમાહર્તાને તે અંગે જાણ કરીને જપ્ત રોકડ, સામગ્રીને જમા કરવાની પ્રક્રિયા આટોપવામાં આવી હતી. નોંધવુ રહ્યુ કે વિભાગ દ્વારા રોકડ સહિત અન્ય સામગ્રીઓ મળીને અંદાજે 22કરોડની જપ્તી કરાઈ હતી.

કચ્છમાં ગત સપ્તાહે શુક્રવારના વહેલી સવારથી ગાંધીધામ, અંજાર, ભુજ, રાપર અને માંડવીમાં આવકવેરા વિભાવના રાજકોટ અને અમદાવાદના 200જેટલા અધિકારી અને કર્મચારીઓએ ધસી આવીને દરોડાની કાર્યવાહી આરંભી હતી. જે પાંચ દિવસની તપાસ બાદ મંગળવારે પુર્ણ થતા અંદાજે 22 કરોડ જેટલી રોકડ સહિતની સામગ્રીનું સીઝર કરાયું હતું. તો આ સાથે ઘણા બધા દસ્તાવેજો, ડિજીટલ સબુતોને એકત્ર કરીને ઉપાડાયા હતા. ખાનગી રાહે ચાલતા લોકર વ્યવસ્થા પણ ચાલતી હોવાની દિશામાં વિશેષ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ તે દિશામાં કોઇ ઠોસ્સ બાબતો સામે ન આવી હોવાનું બહાર આવ્યું હતું. નોંધવુ રહ્યું કે કરોડોના બેનામી વ્યવહારો ખુલવાના હોવાની સંભાવના આ કેસના સંદર્ભમા વ્યક્ત કરાઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...