કોલેજ બહાર પોલીસ પેટ્રોલીંગ જરૂરી:ગાંધીધામ આદિપુર કોલેજ પાસે મહિલાને જોઈ ઈસમે અશ્લીલ હરકતો કરી; મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અવાર-નવાર શાળાઓ અને કોલેજો બહાર વિધાર્થીનીની છેડતી સાથે ગંદા ઈશારા કે અશ્લીલ હરકતો કરતાં ઈસમો જોવા મળતા હોય છે. ત્યારે આજે એક કિસ્સો સામે આવ્યા છે. જેમાં કોલેજ પાસેથી પસાર થતી એક મહિલાને જોઈ ઈસમે અશ્લીલ હરકતો કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પોલીસ પેટ્રોલીંગ કરવી જરૂરી
આ અંગેની વિગત એવી છે કે, સેક્ટર-7માં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી મહિલા આજરોજ સવારે આઠ વાગ્યાનાં અરસામાં તોલાણી કોલેજમાં કામ અર્થે જતી હતી. રસ્તામાં લો કોલેજની દિવાલનાં પાસે એક અજાણ્યો ઈસમ તેની ડીસ્કવર બાઇક લઈને બેઠો હતો અને મહિલા ત્યાંથી નિકળતા તેણે અશ્લીલ હરકતો કરી હતી. મહિલા તેની નજીક જતાં ઈસમ તેની મોટર સાયકલ લઈને નાસી ગયો હતો હોવાનું તેમણે આદિપુર પોલીસ મથકે આપેલી ફરીયાદમાં જણાવ્યું હતું. શાળાઓ-કોલેજો પાસે અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતાં શાળા-કોલેજનાં સમય દરમિયાન પોલીસ પેટ્રોલીંગ તથા આસપાસ સીસીટીવી કેમેરા લગાડવા માગ ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારમાં આ જે બનાવ બન્યો ત્યારે કોલેજની વિદ્યાર્થીનીઓ પણ આ જ રસ્તા ઉપરથી પસાર થાય છે. ત્યારે પોલીસને પેટ્રોલીંગ કરવી જરૂરી બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...