કેટલાક મહિનાઓથી શાંત એવા બેઝઓઈલ ડીઝલ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે. સુત્રોનું માનીયે તો કંડલા, મુંદ્રામાં સક્ષમ અધિકારીઓ દ્વારા 4 કન્ટેનરને રોકાવીને તેની તપાસ આરંભી છે. આમાં ભળતા લીક્વીડ કે કેમીકલનું નામ જાહેર કરીને તેની જગ્યાએ થોડા બદલાવેલા સ્વરુપમાં ડીઝલનોજ જથ્થો લઈ અવાયો હોવાની શંકા છે.
ગાંધીધામમાં વ્હાઈટ કોલર બિઝનેસ મેનથી લઈને નવ યુવાનો અને વ્યાજખોરો સુધી રાજનેતાઓ થી લઈને સામાજિક આગેવાનો સુધી બેઝઓઈલ જ્યારે પુર્ણ રીતે ચાલતું હતું ત્યારે તેની વહેતી નદીમાં હાથ ધોયા હતા. આવામાં રાજ્યના ગૃહમંત્રાલયે આપેલા કડક આદેશ બાદ આ આખીય ગતીવીધી પર પોલીસે કડક જાપ્તો કરીને બંધ કરાવી હતી. તો બીજી તરફ ચોરીથી છુપેથી આજે પણ તેની ગતીવીધી થતી હોવાની ચર્ચા ઉઠતી રહી છે.
અગાઉ કાસેઝ, મુંદ્રા અને કંડલા આમ ત્રણેય સ્થળોએ વિવિધ સરકારી એજન્સીઓએ ડીઝલ કે ડીએલઓનો જથ્થો ઝડપી ચુક્યા છે. ત્યારે ગત બે દિવસમાં આજ પ્રકારના શંકાસ્પદ ચાર વધુ કન્ટેનરને રોકાવીને સેમ્પલીંગ કાર્યવાહી કરાઈ રહાયો હોવાનું જાણવા મળે છે. જેમાં સંલગ્નોને પણ પુછપરછ માટે તલબ કરવાની પ્રક્રિયા આદરાઈ હોવાનું બહાર આવી રહ્યું છે. નોંધવુ રહ્યું કે લેબોરેટરીમાં માપદંડોના ચક્કરમાં ભુતકાળમાં પકડેલા જથ્થાને ન્યાયાલય દ્વારા છોડી મુકવાના આદેશ આવ્યા હતા.
જાણો કઈ રીતે ટેકનીકલ ટર્મના જોરે ડીઝલ આયાત થતું હોવા છતાં છુટી જાય છે
ડીઝલ, પેટ્રોલ, કેરોસીન જેવા કૃડ ઓઈલ અર્થતંત્રની કરોડરજ્જુ હોવાથી તેનો સંપુર્ણ અંકુશ સરકાર હસ્તકની એચપી, બીપીસીએલ જેવી કંપનીઓજ કરી શકે તે ઠેરવાયું છે. પરંતુ પ્રાઈવેટ પ્લેયર્સ ભળતાજ અન્ય નામે લીક્વીડ આયાત કરીને ડીઝલના નક્કી કરેલા માપદંડોમાં ભેળસેળ કરીને થોડો બદલાવી દેવાય છે, જેથી તે ડીઝલ તરીકે લેબ. સ્વિકારતું નથી અને છુટ્યા બાદ અન્ય પ્રક્રિયાઓ કરીને ડીઝલને શુદ્ધ સ્વરુપ આપીને માર્કેટમાં બહાર કાઢી દેવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.