કચ્છના ગામેગામ ફરશે ગૌ યાત્રા:આદિપુરમાં આંતરરાષ્ટ્રીય ગૌ ભક્તિ મહોત્સવ; આજથી ઉજવણીનો થશે પ્રારંભ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુર કચ્છ આંતરરાષ્ટ્રિય ગૌ ભક્તિ મહોત્સવ આજથી પ્રારંભ કરાશે. સુરભી ગૌ રજ દર્શન યાત્રાનું ગુજરાતમાં કુલ ૨૪ રથનું દરેક જિલ્લા માટે આયોજન કરવામાં આવશે.

કચ્છ જિલ્લામાં ૩ રથ એક નારાયણ સરોવરથી, એક રથ રાપર થી, એક રથ કુકમાથી પ્રસ્થાન કરશે. કચ્છના દરેક ગામમાં રથ જશે ત્યાં ગૌ કથા, ગૌ સંકીર્તન, ગૌ રજ પૂજન 2 કલાક અને દરરોજ ૩ ગામની મુલાકાત લઈ યાત્રા ૪૦ દિવસમાં પૂર્ણ થશે. તેના અનુસંધાન આજે આદિપુર મધ્યે લર્નર્સ એકેડમી ઈંગ્લીશ સ્કુલમાં પ્રિન્સિપાલ હિતેશ ભાઈ રામદાસાણી, અધ્યાપકો દ્વારા આયોજન કર્યુ હતુ, ગૌ માતાનું માનવ જીવનમાં મહત્વ વિશે વક્તવ્ય રાયમલ ધામ આશ્રમ અંજારના સંત ભાગવત કથા વક્તા, ગૌ પ્રેમી ધનેશ્વર મહારાજ જોશી, ગૌ પ્રેમી દીપક પટેલ, ગાંધીધામ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા સભ્ય વૈભવી ગોર, શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના મુકેશ બાપટ ઉપસ્થિતિ રહ્યા હતા

ગૌ યાત્રાનો હેતુ બાળકોને ગૌ માતાનું માનવ જીવનમાં વિદ્યાર્થી જીવનમા ઉપયોગિતાનો શુભ સંદેશ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...