ગાંધીધામ આદિપુર વચ્ચે આવેલા અવિકસીત પ્લોટોના આંતરિક માર્ગો જાણે ગાર્બેજ માટે ડમ્પીંગ ઝોન બની ગયા હોય તેમ કચરો ફેંકવામાં આવી રહ્યો છે. અહિ સુધી કે કેટલાક માર્ગો તો કચરાના કારણેજ સદંતર બંધ થઈ ચુક્યા છે અને અસામાજિક પ્રવૃતિઓ માટે ઉપયોગ થઈ રહ્યા છે.રોટરી સર્કલ થી રાજવી ફાટક વચ્ચે ગાંધીધામ તરફના પટ્ટામાં આવેલા મહતમ પ્લોટ્સ પર બાંધકામ ન થવાથી ખાલી પડ્યા છે. જેમાં ઉગી નિકળેલા બાવળ અને ઝાડી ઝાંખરાઓ વચ્ચે વિકસીત કરાયેલા સારા માર્ગો વિલુપ્ત થઈ રહ્યા છે.
મહતમ પર ગાર્બેજ ફેંકી દેવામાં આવ્યો છે, આ માર્ગો પર કોઇ ન આવતા નશેડીઓ અને દેહવ્યાપાર કે અન્ય અસામાજિક પ્રવૃતિઓ માટે સક્રિય લોકો આ વિસ્તારનો સતત ઉપયોગ કરી રહ્યાની રાવ ઉઠતી રહી છે. મોર્નીંગ વોર્ક કરતા લોકોના હાથમાં થી મોબાઈલ ચોરીના ઘણા બનાવો પણ આજ વિસ્તારમાં ભુતકાળમાં બન્યા હતા. નગરપાલિકા અને પોલીસ દ્વારા આ દિશામાં ધ્યાન ન અપાતા એક રીતે ભવિષ્ય માટે મહત્વપુર્ણ બનવાની આશા રાખનાર આ વિસ્તાર હાલ તો બદહાલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.