ઘઉંના એક્સપોર્ટ માટે દીનદયાલ પોર્ટ, કંડલાની ચર્ચા ન માત્ર દેશ પરંતુ વિશ્વભરના સંલગ્ન દેશોમાં થઈ રહી છે ત્યારે સૌથી મોટા આયાતકારોમાના એક ઈજિપ્તથી આવેલા પ્રતિનીધી મંડળે ભારતના ઘઉંની ગુણવત્તા અંગે ખુશી વ્યક્ત કરીને લાંબા સબંધો તરફ મીટ મંડાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જેમાં આયાતકાર મીરા ઇન્ટરનેશનલના મીર સહાની ઉપસ્થિત રહ્યા હતા.
ઈજીપ્તનું એક ડેલિગેશન ગત રોજ કચ્છના ડીપીએ, કંડલા પોર્ટ આવી પહોંચ્યું હતું, ઈજિપ્ત માટે પણ કંડલાથી મોટા પ્રમાણમાં ઘઉં જઈ રહ્યા છે. આગામી દિવસોમાં તેમના જહાજ અહી લાંગરવાના છે ત્યારે લોડ થી એક્સપોર્ટ સુધી પ્રક્રિયાના પોતે સાક્ષી બનીને ભવિષ્યની સંભાવનાઓ તલાશવાના ઉદ્દેશ્ય હોવાનું પ્રતિનીધીઓએ જણાવ્યું હતું.
ટ્રાફિક મેનેજર જી.આર.વી. પ્રસાદ રાય, ટીએમએ, પીઆરઓ સાથે વાતચીતમાં ઈજિપ્તના પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે તેમને હિંદુસ્તાનના ઘઉંની ક્વોલિટી પસંદ આવી છે અને તેવો લાંબા ગાળાના સબંધો તરફ મીટ માંડી રહ્યા છે. ગત વર્ષે ભારતથી ઈજીપ્તે 2.1 એમટી ઘઉંની આયાત કરી હતી, આ વર્ષે તેનો આંકડો 7.85 મેટ્રિક ટન હશે તેમ પણ તેમણે જણાવીને પોર્ટની ગતીવીધીથી માહિતગાર થઈને આનંદ વ્યક્ત કર્યો હતો.
‘બ્લેક સી’ રુટ યુદ્ધના કારણે પ્રભાવીત, કાયમી સપ્લાયમાં ભારતની ભાગીદારી વધશે
યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે બ્લેક સી રુટ સંપુર્ણ રુપે પ્રભાવિત થઈ ગયો છે. જે દેશો આ રુટ અને દેશો પર ફુડ સપ્લાય માટે નિર્ભર હતા તેમને ભુખે મરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી, પરંતુ ભારતના ખેડૂતોએ ઉપજાવેલા અને સંગ્રહીત ઘઉંના કારણે તેમની માંગની આપૂર્તિ થઈ રહી છે. આગામી સમયમા અત્યાર સુધી પોતાની અને આસપડોસની અનુકૂળતા અનુસાર ઢળતા આયાત નિકાસના પૈમાનાઓમાં ભારત બદલાયેલી પરિસ્થિતિઓ વચ્ચે પોતની ઓળખ ઉભી કરતા વૈશ્વિક સ્તરે ફુડ સપ્લાય ચેઈનમાં કાયમી ભાગીદારી વધારશે તેવો દાવો વિષયના જાણકારોએ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.