હોળી ધુળેટીના પર્વ આડે હવે એકાદ બે દિવસ રહ્યા છે, ત્યારે ધીમા પગલે ખુલી રહેલી ખરીદીમાં લોકો ભાવો સાંભળીને દાઝી રહ્યા છે. આ અંગે તપાસ કરતા બહાર આવ્યું કે સ્થાનિક અર્થતંત્ર પર દેશની વિદેશનીતીની સીધી અસરનો વર્તારો આ વખતે જોવા મળી રહ્યો છે.
ગાંધીધામમાં વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા હરેશ રામવાણી સીઝનલ સ્ટોરના જીગર કેલા, યાજ્ઞનીક રામવાણીએ જણાવ્યું કે આ વખતે સંપુર્ણ ભારતીય બનાવટના મેડ ઈન ઈન્ડીયા પ્રોડક્ટ્સ સંપુર્ણ બજારમાં આવી રહ્યા છે, જેની કિંમત 50 થી 70% જેટલી વધુ છે, તદુપરાંત તેનો જેટલો જોઇએ એટલો જથ્થો પણ ઉપલબ્ધ નથી થઈ રહ્યો.
જેના કારણે આ વખતે હોળી ધુળેટીમાં લોકોમાં ભાવ તેમજ સપ્લાયને લઈને લોકોમાં અસમંજસના ભાવ જોવા મળી શકે છે. સ્થાનિક વેપારીઓએ વધુમાં જણાવ્યું કે જે પીચકારી 70માં વેંચાતી તે 150માં, 200 ની 350 માં અને ફુગ્ગાઓનું પેકેટ જે પહેલા માત્ર 100 રુપીયાની આસપાસ વેંચાતું હતું તેનો ભાવ માર્કેટ કિંમતમાં 200 આવી ગયો છે.
આવું ચીની સામગ્રીઓ પર સંપુર્ણ અંકુશ આવવાથી થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બીજી તરફ ગુલાલ જેવી પ્રોડક્ટ્સ કે જે વર્ષોથી ભારતમાંજ, અને તેમાં પણ ગુજરાતમાં પણ નિર્માણ પામે છે, તેના દરમાં કોઇ મેજર પરિવર્તન ન હોવાનું જાણવા મળે છે.
ઓર્ગેનીક રંગો અંગે જાગૃતતા વધી, ‘ચીપકુ’ રંગોનો ક્રેઝ ઘટ્યો
એક સમય હતો જ્યારે એવા રંગો લોકો હાથમાં લગાવીને ફરતા જેનાથી મહતમ લોકો ભાગતા કેમ કે તે લગાવ્યા બાદ દિવસો સુધી ધીરે ધીરે ઉતરતો. એટએ જ તેને “ચીપકુ’ નામથી પ્રચલીત થયેલા આ કલરને વિદેશથી આવતો હોવાનું ગણાતું હતું. જે ન માત્ર ન નિકળવા પણ ચામડી સંલગ્ન સમસ્યાઓ પણ લાવતો હોવાનું સામે આવ્યા બાદ તેના ઉપયોગને લઈને ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો. જે આ વખતે ખુબ ઓછો દેખા દઈ રહ્યો છે, તો સામે છેડે સારી બાબત એવી પણ છે કે લોકોએ ઓર્ગેનીક રંગો કે જે કુદરતી રુપે નિખારેલા છે તેનો આગ્રહ મોંઘો હોવા છતાં વધવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.