વિશ્વાસઘાત:અનાજ મફત મેળવવાની લાલચમાં મહિલાના 50 હજારના દાગીના ઠગબાજો લઇ પલાયન

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ શહેરમાં લાલચ અને વધુ વિશ્વાસમાં આવ્યા તો વિશ્વાસઘાત નક્કી સમજવો
  • ગાંધીધામના ટ્રાન્સપોર્ટરને 6 લાખ ભાડું ન ચૂકવી રાજસ્થાનના ધંધાર્થીએ વિશ્વાસઘાત કર્યો

સેક્ટર 6 માં રહેતા મહિલાએ મફતમાં અનાજ મેળવવાની લાલચમાં પોતાના રૂ.50,000 ની કિંમતના દાગીના ગુમાવ્યા હોવાની, ટ્રાન્સપોર્ટર સાથે નક્કી કર્યા બાદ 10 ગાડીનું રૂ.6 લાખ ભાડું ન ચૂકવી રાજસ્થાનના ધંધાર્થીએ વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

સેક્ટર 6 ગણેશનગરમાં રહેતા આતુભાઇ મઘાભાઇ થારૂએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.9/7 ના રોજ તેઓ પત્ની સાથે પોતાના સર્વિસ સ્ટેશન પર હતા તે દરમિયાન બપોરે 12 વાગ્યે 42 વર્ષીય લાગતી એક અજાણી સ્ત્રી ત્યાં આવી હતી અને તેમના પત્ની ખેતબાઇને મીઠી મીઠી વાતો કરી મોટી ઉંમરના લોકોને મફત અનાજ મળે છે કહી પોતે કેપીટીમાંથી પેન્શન મેળવે છે તેવું જણાવી વિશ્વાસમાં લઇ મફત અનાજની લાલચ આપતાં તેમના પત્ની ભોળવાઇ ગયા હતા.બપોરે દોઢેક વાગ્યે જમ્યા બાદ તેમની પત્ની પેલી અજાણી સ્ત્રી સાથે મફત અનાજ લેવા ગઇ હતી.

રિક્ષામાં થોડે દૂર જઇ તેમની પત્નીને રિક્ષામાં બેસાડી ફેરવવા લાગી હતી અને કંઇક કરી નાખ્યું હતું . ચાવલા ચોક પાસે રિક્ષા ઉભી રાખી તે સ્ત્રીએ હું સામેની બિલ્ડિંગમાંથી અનાજ લઇને આવુ કહીને ગયા બાદ તે તે ઘણીવાર સુધી ન આવ્યા બાદ ભાન આવ્યું ત્યારે તે અજાણી સ્ત્રી રૂ.40,000 ની કિંમતની બે સોનાની બંગડીઓ અને રૂ.10,000 ની કિંમતની સોનાની એક વીંટી મળી કુલ રૂ.50,000 ની કિંમતના દાગીના ઉતારી જઇ વિશ્વાસઘાત કર્યો હોવાનો ખ્યાલ આવતાં તેમણે પતિને જાણ કરી આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

તો મીઠીરોહર ખાતે શારદા ગુડ્સ નામથી ટ્રાન્સપોર્ટ ચલાવતા ટ્રાન્સપોર્ટર ઇન્દ્રજિતસિંહ જોરૂભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિશ્વાસઘાતનો બનાવ તા.16/6 થી તા.11/7 દરમિયાન બન્યો હતો જેમાં મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામના ફતેનગર ટ્રાન્સપોર્ટના ગોપાલજી મોદીલાલ અગ્રવાલ અને અંકુર મોદીલાલ અગ્રવાલે કંડલા પોર્ટથી રોક ફોસફેટ લોડ કરી સનવાર રાજસ્થાન બ્લુ ફોસફેટ લિ.માં ખાલી કરવા માટે તેમના ટ્રાન્સપોર્ટની ભાડે રાખેલી 10 ગાડીના ભાડા પેટે નિકળતી રકમ રૂ.6,00,915 બ્લુ ફોસફેટ રાજસ્થાન ટ્રાન્સપોર્ટ પાસેથી મેળવી લઇ તેમને ન આપી ઠગાઇ કરી હતી. તેમજ આ ભાડાની રકમ માગતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...