અંજાર વિસ્તારમાં વિવિધ પ્રકારની સ્વરોજગાર લક્ષી તાલીમો દ્વારા સમગ્ર કચ્છમાં બહેનો માટે તાલીમ કેન્દ્ર ચલાવતા માનવતા ગ્રુપ બહેનો માટે એક મહત્વનું માધ્યમ બની રહ્યું છે. તેવું તાલીમ પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે ઉપસ્થિત સમાજના વિવિઘ મોવડીઓ એ જણાવ્યું હતું.
અંજાર તાલુકાના ગોલ્ડન સીટી વિસ્તારમાં ચાર મહિનાના શૃંગાર તાલીમ કેન્દ્રની પૂર્ણાહુતી પ્રસંગે કચ્છ સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ પ્રવિણ ભાઈ વાજા, ઉપ પ્રમખ કાંતિ ભાઈ વાઢેર, લોહાણા સમાજના અગ્રણી જગદીશભાઈ ઠકકર, બ્રહ્મ સમાજના મહીલા અગ્રણી રચના બેન જોષી, વાળંદ સમાજના મહીલા અગ્રણી શોભનાબેન વાઢેરે માનવતા ગ્રુપના તાલીમો કેન્દ્રોમાં મહીલાઓ વધુમા વધુ જોડાય તેવો અનુરોધ કર્યો હતો.
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ માનવતા ગ્રુપ દ્વારા અઢાર વર્ષથી સતત થઈ રહેલી 28 પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પાડ્યો હતો. સાથે સાથે ગાંધીધામ સંકુલમાં અથવા તો ગાંધીધામ તાલુકાના ગામડાઓમાં જ્યાં આવા સ્વરોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર શરૂ કરવાની ઈચ્છા હોય તેઓએ માનવતા ગ્રુપનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અને આભાર વિધિ કાજલબેન વાઢેરે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.