મોત પાછળનું કારણ અકબંધ!:ગાંધીધામના સેક્ટર-7 વિસ્તારમાં તરુણીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આજના મોબાઈલના યુગમાં ગેમો, વેબસીરીઝ અને ફિલ્મોના કારણે માનવામાં ન આવી શકે તેવી ઘટનાઓ બની રહી છે, જે ઘણી ચિંતાજનક બાબત છે. ત્યારે ગાંધીધામમાં 12 વર્ષિય તરુણીએ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોક છવાઈ જવા પામ્યો હતો.

અગમ્ય કારણોસર સગીરાનો આપઘાત
પ્રાપ્ત થતી માહિતી મુજબ સેકટર-7 માં પ્લોટ નંબર 365માં રહેતા લોકેશ વકતાજી હરીએ જણાવ્યું કે, તેમની 12 વર્ષિય દીકરી ભાવનાએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અંદરના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તાત્કાલિક તેને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલાસે મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી
બનાવને પગલે પોલીસે સ્થળ પર જઈ પંચનામા સહિતની કામગીરી કરી હતી. આ બાબતે તપાસનીશ પીએસઆઈ એલ.એન.વાઢીયાએ જણાવ્યું હતું કે, હાલ તો ઘટનાને પગલે પરિવારજનો સ્તબ્ધ છે અને અંતિમવિધિ માટે રાજસ્થાન ગયા છે, ત્યાર બાદ તેઓના નિવેદનો લેવામાં આવશે. હાલ તબક્કે આપઘાતનું કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...