ગાંધીધામના જુની સુંદરપુરીના તલાવડી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી જુગટું રમી રહેલા 8 જુગારીઓને રુ.19 હજાર રોકડ સાથે પકડી લીધા હતા પરંતુ પોલીસને જોઇ એક નાશી ગયો હતો. તો ગણેશનગર રીક્ષા સ્ટેન્ડમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ખેલી 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જુની સુંદરપુરીમાં તલાવડી વિસ્તારમાં ગંજીપાના વડે જેગટું રમી રહેલા મનુભાઇ મોતીભાઇ વાઘેલા, ઉતમભાઇ ઉર્ફે રાહુલ રમેશભાઇ અઠવાલ, રાહુલભાઇસુરેશભાઇ ઢાકા, રાજુભાઇ સોડાભાઇ વડેચા, અર્જુન રમાકાંત કુશ્વાહા, રોહિત જયસિંગભાઇ વાઘેલા, રાહુલ ઇશ્વરભાઇ પથરોલ અને સમીર છોટેરામ બીરલાને રૂ.19,000 રોકડ, રૂ.26,000 ની કિંમતના 6 મોબાઇલઅને રૂ.1,05,000 ની કીંમતની 3 બાઇકો મળી કુલ રૂ.1,50,100 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા,
જ્યારે આ દરોડા દરમિયાન મુકેશ વાલાભાઇ વાલ્મીકી નાશી જવામાં સફળ રહ્યો હોવાનું પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું. તો બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ બપોરે દોઢ વાગ્યે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાનહેડ કોન્સ્ટેબલ ભરત ભાટી અને કોન્સ્ટેબલ રવિ પરમારને બાતમી મળી હતી કે, ગણેશનગર રિક્ષા સ્ટેન્ડ પર બે ઇસમો ક્રીકેટના સટ્ટાનો જુગાર રમી રમાડી રહ્યા છે.
આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ક્રીક બઝ એપ મારફત અફઘાનિસ્તાન અને ઝિંમાવેની મેચ પર સટ્ટો રમી રમાડી રહેલા દિનેશ મેઘજીભાઇ ધેડા અને હરેશ રતનભાઇ લાલણને રૂ.5,330 રોકડ, રૂ.40 હજારની કિ઼મતના બે મોબાઇલ મળી કુલ રૂ.45,330 ના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.
ભીમાસર (ચ)માં જુગાર રમતા 3 ઝડપાયા, 1 નાસી ગયો
અંજાર તાલુકાના ભીમાસર ગામે જાહેરમાં જુગાર રમતા 3 ઈસમો ઝડપી ગયા હતા. જયારે 1 નાસી છૂટ્યો હતો. આરોપી પરબત રામજી બારોટ, રાણા સામજી ચૈયા અને ફારૂક જુસબ ખોરેજાને પોલીસે રોકડા રૂ. 10,300 અને મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ. 46,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે સુખદેવ ગાભા ડાંગર દરોડા સમયે નાસી જતાં તમામ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.