જાનથી મારી નાખવાની ધમકી:મીઠીરોહરમાં ખોટી શંકા રાખી યુવાને મહિલાને છરી ઝીંકી દીધી

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દબાણ મુદ્દે યુવાનને દંપતિએ ધારિયું મારી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

મીઠીરોહરમાં ખોટી શંકા રાખી મહિલાસાથે બોલાચાલી બાદ તેને છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હોવાની , તો ગાંધીધામના ઉમા દર્પણ એપાર્ટમેન્ટ પાસે ગેરકાયદેસર દબાણ હટાવવાનું કહેનાર યુવાનને દંપતિએ ધારીયું ફટકારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

ભુજના હંગામી આવાસ હુસેની ચોકમાં રહેતા 45 વર્ષીય અમીનાબેન જુસબભાઇ ઉસ્માનભાઇ હોડા ગત બપોરે મીઠીરોહર ઇદગાહ પાસે રહેતા તેમના ભાઇ ગનીભાઇ બાવલાભાઇ સોઢાના ઘરે આંટો મારવા આવ્યા હતા. તેઓ રાત્રે 8 વાગ્યે દુકાને વસ્તુ લેવા ગયા ત્યારે ઇદગાહ સોસાયટીમાં રહેતા અસગર ઇસા સોઢાનો દિકરો અસલમે તું અહીં કેમ આવી છો? તેને ગાળો બોલવાની ના પાડી તો અસલમે છરી ના ઘા બન્ને હાથોમાં મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલો તેણે પોતાની માતાને કોઇ સાથે ભગાડવામાં ફરિયાદીએ મદદ કરી હોવાની શંકા રાખી કરાયો હોવાનું તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો વોર્ડ-10/એ ગુરૂકુળ વિસ્તારમાં ઉમા દર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય વિનોદભાઇ સામજીભાઇ પોકારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,એપાર્ટમેન્ટના નીચે ગેટ પાસેના મકાનમાં રહેતા નિરવ ગઢવી અને રૂપાલીબેન નિરવ ગઢવીને તેમણે કરેલું ગેરકાયદેસર દબાણ હટાવવાનું કહ્યું હતું તે વાતનું મનદુ:ખ રાખી ગત રાત્રે બન્ને જણાએ બોલાચાલી કરી ધક બુશટનો માર મારી ધારીયું મારવાની કોશીષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તો નીરવના પત્ની રુપાલીબેને તને ખોટા કેસમાં ફસાવી દઇશું તેવી ધમકી પણ આપી હતી. એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...