રજુઆત:કંડલા પોર્ટમાં સીવીસી નિયમોનું પાલન ન કરાતું હોવાની ઉઠતી રાવ

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાશાસ્ત્રીએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવીને કરી રજુઆત
  • કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠને કહ્યું કે ભરતી માટે તરકટ રચાયું

ડીપીએ દ્વારા સીવીસીના નિયમોનું પોર્ટમાં પાલન ન થતું હોવા અંગે ગાંધીધામના ધારાશાસ્ત્રી દ્વારા મહામહિમ સુધી અને સ્થાનિક યુનિયન દ્વારા પણ આ મુદો ઉઠાવાયો હતો. ગાંધીધામના વરીષ્ઠ ધારાશાસ્ત્રી વિધ્યાધર જી. ચંદનાનીએ મહામહિમ રાષ્ટ્રપતિને પત્ર લખીને જણાવ્યું કે પોર્ટના સંવેદનશીલ સ્થાનો પર રોટેશનના નિયમોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. નિયમાનુસારથી વધુ સમય એક પદ પર રહેવાથી ભ્રષ્ટાચારના વિકસાવવાની સંભાવના વધી જાય છે અને ત્યારબાદ સંસ્થાના પક્ષમાં કામ થતું નથી.

જેથી અધિકારીઓને સંવેદનશીલ સ્થાનો પર એકજ જગ્યાએ લાંબો સમય સુધી ન રાખવા જોઇએ. કમિશન દ્વારા એવું માર્ગદર્શન પણ અપાયું છે કે પોર્ટમાં ક્યા પદોને સંવેદનશીલ માનવા જોઇએ. પત્રમાં એસ્ટેટ વિભાગમાં કાર્યરત અધિકારી ભાસ્કર અંગે નામજોગ રજુઆત કરતા જણાવાયું કે તેઓ 2016થી એટલે કે છ વર્ષથી કાર્યરત છે. 250થી વધુ ધારાશાસ્ત્રીઓ, સલાહકારો અને લીઝ ધારકોએ ચેરમેનને પત્ર લખીને આ અંએ રજુઆત કરી હતી, પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી કરાઈ નથી.

તાજેતરમાં નિતિન શાહની ફરિયાદના આધારે એ. એન્જિનીયર ગોહીલની ટ્રાન્સફર કરાઈ હતી, પરંતુ રજુઆતો છતાં અન્ય ડીવીઝનમાં ન થતા ટ્રાન્સફર અંગે રજુઆતમાં તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. બીજી તરફ કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠન (ઈસ્ટ વેસ્ટ કચ્છ)ના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટે જણાવ્યું કે વિજીલન્સ વિભાગમાં ઈન્સ્પેક્ટરની પોસ્ટ ભરવા માટે અગાઉ સિલેક્શન ન કરતા અરજીઓ મંગાવવા રજુઆત કરાઈ હતી. નિયમમાં ન હોવા છતાં ઈન્ટરવ્યુ લઈને અગાઉ યુનિયને વ્યક્ત કરેલી તરકટની શંકા સાચી પડી હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...