કંડલા પોર્ટના 15 નંબરના કાંટા પાસે આધાર પુરાવા વગરનો રૂ.4.37 લાખની કિંમતનો પેટકોક (કોલસો) ટ્રકમાં ભરીને લઇ જતા શખ્સને કંડલા મરિન પોલીસ અને સીઆઇએસએફ દ્વારા સંયુક્ત ગોઠવેલી વોચ દરમિયાન પકડી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,કંડલા મરીન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમીયાન બાતમી મળી હતી કે કંડલા પોર્ટના 15 નંબરના કાંટા પાસેથી એક ટ્રક આધાર પુરાવા વગર કોલસો ભરીને આવી રહ્યો છે.
આ બાતમીના આધારે સીઆઇએસએફને સાથે રાખી વોચ ગોઠવી હતી તે દરમિયાન દાહોદના ફતેહપુરાના મનહરભાઇ રામાભાઇ ગરાસિયાને રૂ.4,37,000 ની કિંમતના 19 ટન શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે પકડી લઇ ટ્રક સહિત કુલ રૂ.19,37,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એજી.સોલંકી, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા,જયપાલસિંહ પરમાર, ઉદયસિંહ સોલંકી સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.