ચકચારી બનાવ:ભચાઉના જૂનાવાડામાં 9 વર્ષ પહેલા લઠ્ઠાકાંડમાં 5 જણે ગુમાવ્યા હતા જીવ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદની કેમિકલકાંડની ઘટનાએ ભચાઉનો ચકચારી બનાવ યાદ કરાવ્યો

ગુજરાતભરમાં હાલ બોટાદમાં સર્જાયેલા જીવલેણ લઠ્ઠાકાંડે ચકચાર મચાવી છે ત્યારે આ લઠ્ઠાકાંડના બનાવે કચ્છના ભચાઉમાં બનેલી વર્ષ-2013માં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાની યાદ અપાવી હતી જેમાં 11 લોકોને ઝૈરી કેમિકલની અસર થઇ હતી અને પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 9 વર્ષ પહેલાંની આ ઘટનામાં પણ તે સમયે બે મહિલા સહિત ચાર આરોપીની હત્યા અને ખૂનની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

આ વાત છે વર્ષ-2013 માં સર્જાયેલા લઠ્ઠા કાંડની જેમાં ભચાઉના મદીનાનગરમાં રહેતો 40 વર્ષીય મહેબૂબ કાસમ પિંજારાએ જૂનાવાડા વિસ્તારમાં એક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો, તેની હાલત પણ ગંભીર બની હતી. તેને ગાંધીધામ સારવાર માટે લઇ જવાતો હતો ત્યારે રસ્તામાં જ ઝેરી કેમીકલને કારણે તેનું મોત નિપજ્યું હતું.

આ જુનાવાડાની ઘટનામાં કેમિકલ યુક્ત દારૂ પીધા બાદ 11 લોકોને અસર થઇ હતી જેમાં 5 જણાએ જીવ ગુમાવ્યો હતો. આ લઠ્ઠાકાંડ બાદ ઢાંકપીછોડો કરવાના પ્રયાસ પણ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જૂનાવાડા વિસ્તાર હાઈ-વે પાસે જ આવેલો હોવાથી અહીંના કારખાનાઓમાં કામ કરતા અનેક મજૂરો અહીંનો દારૂ પીતા હોવાથી આ ઘટના બની હતી. તે સમયે બનેલી લઠ્ઠાકાંડની આ ચકચારી ઘટનામાં બે મહિલા સહિત ચાર આરોપીની હત્યા અને ખૂનની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

એ ઘટનામાં પણ મિથોનોલ કેમીકલ ભરેલા ટેન્કરનો ચાલક તળિયાનો માલ બુટલેગરોને વેચતો
જિલ્લાભરમાં ચકચાર મચાવનારા ભચાઉના લઠ્ઠાકાંડમાં બે મહિલા સહિત ચાર આરોપીની હત્યા અને ખૂનની કોશિશના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં કાતિલ કેમિકલના સપ્લાયર જેમલ રણછોડ કોલીનુંનામ ખૂલતાં સીઆઇડી ક્રાઇમને સાથે રાખીને ભચાઉ પોલીસે તેને અમદાવાદથી ઝડપી પાડયો હતો. આ શખ્સ મિથેનોલયુકત કેમિકલનું ટેન્કર ચલાવતો હતો અને તેના તિળયાંમાં જમા થયેલો જથ્થો ભચાઉના જૂનાવાડામાં રહેતા બૂટલેગરને વેચી નાખતો હતો. આ હકીકત સામે આવ્યા બાદ તે સમયે પોલીસે જૂનાવાડા વિસ્તારમાંથી 35 લિટરનું ઝેરી કેમિકલ પકડી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...