તબીબોમાં ફફડાટ:ઇન્દીરાનગરમાં વગર ડીગ્રીએ લોકોની દવા કરતો તબીબ ઝડપાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ ફરી આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમો સામે તવાઇ શરૂ કરી
  • 10 હજારની દવા અને સાધનો તથા મોબાઇલ સહિત 15 હજારનો મુદ્દામલા જપ્ત કર્યો

ગાંધીધામના ઇન્દીરાનગરમાં વગર ડીગ્રીએ તબીબ તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે પકડી રૂ.10 હજારનના મેડિકલના સાધનો અને એલોપથીની દવા સહિત કુલ રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

એસઓજી પીઆઇ એસ.એન.ગડ્ડુએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બોગસ તબબો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ફરિયાદોને ધ્યાને રાખી પૂર્વ કચ્છ એસપીએ મહેન્દ્ર બગડીયાએ આપેલી સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઇન્દિરાનગર ગેટ પાસે વિકાસ યાદવના મકાનમાં અર્ચના ક્લિનિક લખેલી દુકાનમાં દરોડો પાડી કોઇ પણ સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મેળવ્યા વગર તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહેલા મુળ મધ્યપ્રદેશના ટીકમગઢના હાલે ઇન્દીરાનગર વિકાસ યાદવના ઘરમાં રહેતા રાજીવ કુમારેશ બિસ્વાસને રૂ.રૂ.10,481 ની કિંમતની એલોપથીની દવાઓ અને સાધનો તથા રૂ.5,000 ની કિંમતના એક મોબાઇલ સહિત કુલ રૂ. 15,481 ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.

એસઓજીએ ડીગ્રી વગરના આ તબીબ સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ ગડ્ડુ સાથે પીએસઆઇ એમ.એમ.ઝાલા અને ટીમ જોડાઇ હતી. આ વર્ષની શરૂઆતના મહિનાઓમાં એસઓજી દ્વારા બોગસ તબીબો ઉપર સતત ગાજ વરસી હતી ત્યારે ફરી એસઓજી દ્વારા તવાઇ બોલાવવાની શરૂઆત કરી છે ? હાલ આ દરોડાથી સંકુલ આસપાસના આવા તબીબોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સંકુલ આસપાસ મીઠીરોહર, ખારીરોહર, પડાણા, વરસામેડી, મેઘપર બોરીચી વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવા ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટ્રીસ કરી રહ્યા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...