ખાનગી રાહે ગોબાચારી:ગોપાલપુરી હોસ્પિટલમાં એકની જગ્યાએ બીજી દવા આપી ખીલવાડ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મંત્રીના પુત્રની ભાગીદારી પેઢીને કામ અપાવ્યાની ચર્ચા
  • હજારો નિવૃત પોર્ટ કર્મચારીઓને દવાઓ માટે ધક્કા ખવડાવીને ભળતીજ જવા અપાતી હોવાની રાવ

દેશના નં. 1 પોર્ટ ડીપીએના ગોપાલપુરી સ્થિત હોસ્પિટલમાં એકની જગ્યાએ બીજીજ કંપનીની અને હલકી ગુણવતાની દવાઓ અપાઈ રહી છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટીના હજારો નિવૃત કર્મચારી, અધિકારીઓ પોતાના સ્વાસ્થ્ય માટે પોર્ટ કોલોની ગોપાલપુરી અંદર આવેલી હોસ્પિટલ પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી અહી દવાઓ આપવા બાબતે ખાનગી રાહે અપાયેલા કોંટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગોલમાલ કરીને વૃદ્ધ નિવૃતોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની રાવ ઉઠવા પામી છે.

આંતરિક આધારભુત સુત્રોએ જણાવ્યું કે જે દવાઓ ડોક્ટર દ્વારા લખાયેલી હોય તેનાથી ભળતીજ, જે અલગ દવા કે અલગજ પાવરની દવા આપી દઈને દર્દીઓના આરોગ્યને જોખમમાં મુકવામાં આવી રહ્યું છે. અનુભવકર્તા પેન્શરનોનું કહેવું છે કે તેમને લગભગ દરેક સમયે લખાયેલી તમામ દવાઓ અપાતીજ નથી, જે માટે તેમણે ધક્કા ખાવા પડે છે. પોર્ટ સાથે અચાનક જોડાયેલા એક રાજ્યકક્ષાના નેતા અને પુર્વ મંત્રીએ પોતાના પુત્ર સાથેની ભાગીદારી પેઢીને અહી સેટ કરી હોવાની ચર્ચા શરૂઆતથીજ ઉઠતી રહી છે. આ અંગે સબંધિત વિભાગ આંખમીચામણા કરી રહ્યું હોવાની પણ રાવ ઉઠવા પામી છે.

સનિષ્ઠ ડોક્ટરોએ ધારો પાડ્યો, દવાઓ દેખાડીનેજ લેવાની !
ગોપાલપુરીના ગણ્યાગાંઠા સનિષ્ઠ તબીબોએ દવાઓમાં ગોલમાલ થતી હોવાનો અંદાજો આવતા એવો ધારો પાડ્યો છે કે તબીબ દવાઓ લખી આપ્યા બાદ જ્યારે નિયત એકમાત્ર પ્રાપ્તી સ્થળથી તે દવાઓ મળ્યા બાદ તેને ફરી તબીબને દેખાડવા જવાની રહે છે. તબીબોના સ્વાસ્થય સાથે થતા ચેડાઓ કેટલા ગંભીર પરિણામો લાવી શકે તે કેટલાક સનિષ્ઠ તબીબ સમજી શકે છે પરંતુ “સેટીંગ’ બેસાડવા ઈચ્છતા નેતાઓ અને તેમના પુત્રો નહિ તે યક્ષપ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...