ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી ભારે પડી:ગાંધીધામમાં બાઇક પર સ્ટંટ કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગાંધીધામ23 દિવસ પહેલા

ગાંધીધામમાં બાઈક સ્ટંટ કરતા વાહન ચાલકને જિલ્લા ટ્રાફિક પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા ટ્રાફિક PSI બી.એસ.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન એક બાઈક પર સ્ટંટ કરતા બાઈક ચાલકનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. સુંદરપુરી વિસ્તારમાં રહેતા સ્ટંટ કરનાર 18 વર્ષીય બાઈક ચાલક નરેશભાઈ પપ્પુભાઈ બારોટને મોટર સાયકલ સાથે શોધી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

સોશિયલ મીડિયા પર વધારે લાઈક મેળવવા માટે યુવાનો બાઈક તેમજ કાર ઉપર સ્ટંટ કરતા વીડિયો બનાવીને વહેતા કરી રહ્યા છે. આવા સ્ટંટબાજોને પકડવા માટે ટ્રાફિક પોલીસે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ વધારવા તેમજ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા વીડિયો ચેક કરવા માટે પણ અલગથી ટીમો બનાવી છે.

સ્ટંટ રોકવા પોલીસ શું કાર્યવાહી કરી રહી છે?
યંગસ્ટર્સ અત્યારે સ્ટંટ કરી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે, આ બધું તો બહુ લાંબા સમયથી ચાલતું આવ્યું છે, પરંતુ પહેલા સીસીટીવીના અભાવે સ્ટંટબાજ પકડાતા ન હતા, તેમજ સોશિયલ મીડિયા પર પણ વધારે પ્રમાણમાં વીડિયો શેર કરતા ન હતા, જેના કારણે સ્ટંટ બાજોને શોધીને પકડવામાં બહુ તકલીફ પડતી હતી, પરંતુ હવે રોડ પર સ્ટંટ કરતા યુવાનો સીસીટીવીમાં કેદ થાય છે, તેમજ સોશિયલ મીડિયા પરથી પણ પોલીસ તેમના વિડીયો મેળવીને કાર્યવાહી કરી રહી છે.

સ્ટંટબાજ તેમજ લોકોના જીવ જોખમમાં મુકે તે રીતે વાહન ચલાવનારા સામે વધારે દંડ વસૂલવા કોઈ કાર્યવાહી ચાલી રહી છે ખરી?
સ્ટંટબાજ સામે ગુનો નોંધી વાહન ડિટેઈન કરી ધરપકડ કરવામાં આવે છે. જ્યારે સગીર વાહનચાલકના કિસ્સામાં માતા-પિતા સામે ગુનો નોંધી તેમને ત્રણ વર્ષની સજા તેમજ 25 હજારનો દંડ થઈ શકે છે. જો કે હવે રોગ-સાઈડ વાહન લઈને નીકળતા ચાલકો સામે પણ આઈપીસી કલમ 289 મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...