ઘટ ક્યારે પુરાશે?:ગાંધીધામ તાલુકામાં 35 શિક્ષકોની ઘટ સામે 10 ઓવરસેટ થયા, પ્રાથમિક​​​​​​​ શાળામાં 470થી વધુ શિક્ષકો કાર્યરત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​કુલ 55 શાળામાં 20 હજાર બાળકો ભણે છે

ગાંધીધામ તાલુકામાં આવેલીળ કુલ 55 પ્રાથમિક શાળામાં 10 જેટલા શિક્ષકો ઓવરસેટ એટલે કે જે તે શાળામા વિષય અનુસાર આવશ્યકતાથી વધુ હોવાનું સામે આવ્યું હતું. તાલુકામાં 30 થી 35 જેટલા શિક્ષકોની ઘટ પણ હોવાથી તેની આવશ્યકતા અનુસાર તેમને આંતરીક ધોરણેજ સમાવેશ કરાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તાલુકામાં 50 ગુજરાતી માધ્યમની અને 5 હિન્દી માધ્યમથી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 470થી વધુ શિક્ષકો 20 હજાર જેટલા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

બહાર આવતી વિગતો અનુસાર હાલમાં બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ઓવરસેટમાં 10 શિક્ષકો છે, જેમાં સમાજિક વિજ્ઞાનના 4, ગણીતના એક, ભાષાના બે તેમજ બાકીના ધો. 1 થી 5ના છે. તો બીજી તરફ ધો. 6 થી 8 માટે 30 થી 35 શિક્ષકોની ઘટ તાલુકામાં હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઓવરસેટ શિક્ષકોને આવશ્યકતા અનુસાર સમાવેશ કરવામાં આવશે. નોંધવુ રહ્યુ કે વિધાર્થીઓની સંખ્યાના આધારે વિષયના શિક્ષકની સંખ્યા અનુસાર તે અનુપાતને જાળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...