સ્વામી સર્ણમ અયપ્પા:ગાંધીધામમાં ભગવાન અયપ્પાની ઐરાવત ઉપર ઉમંગભેર ભવ્ય શોભાયાત્રા નીકળી; નૃત્ય-સંગીતે આકર્ષણ જમાવ્યું

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના અયપ્પા સેવા સમિતિ દ્વારા 44માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. છ દિવસીય આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ધર્મસથા ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોએ કલાના કામણ પાથર્યા હતા. આ વેળાએ મોહિનીઅટ્ટમ, અટ્ટમ થુલ્લાલ, તિરૂવાથીરાએ કૃતિ રજૂ કરી હતી. શનિવારે સાંજે આરાધ્ય દેવ ભગવાન અયપ્પાની ઐરાવત ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

13મીએ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
પરંપરાગત વત્રોના પરિધાન અને વાદ્યયોનાં સંગીતના સૂરો સાથે શોભાયાત્રા સત્યનારાયણ મંદિરથી અયપ્પા મંદિર, ચૌવિયા મંદિર, ઝંડા ચોક, ચાવલા ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા દક્ષિણ ભારતનો માહોલ છવાયો હતો. ચાવલા ચોક ખાતે કર્તવ્ય ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી સમાજના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. આ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ મુખ્ય માર્ગોને અવનવી લાઈટોથી શણગારવા સાથે આપણા મહાકાવ્યોના સ્વામીઓની ઝાંખી મુકાઈ હતી. આગામી 13મીએ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...