કોરોના સંક્રમણ:ગાંધીધામમાં બે વિદેશી, એક જવાન સહિત નવા 9 કોરોના કેસ નોંધાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારના ભુજ, નખત્રાણા, અંજાર, ભચાઉ સહિત કચ્છમાં કુલ 15 કેસ આવ્યા
  • કાસેઝ, રેલવે કોલોની, સીઆઈએસએફ કંડલા, પડાણા અને 400 ક્વાટરમાં સંક્રમણના કેસ

કચ્છમાં શુક્રવારે વધુ કુલ 15 કોરોના કેસ નોંધાયા હતા, જેમાં વધુ એક વાર સર્વાધિક કેસ ગાંધીધામમાં 9 હતા, ભુજ અને નખત્રાણામાં બે- બે તો અંજાર અને ભચાઉમાં 1-1 કેસ સામે આવ્યા હતા. ગાંધીધામમાં પ્રથમ વાર કેટલાક નવા સ્થળોથી કોરોના સંક્રમણના કેસ પણ સામે આવી રહ્યા છે. એક તો સ્પષ્ટ રુપે અગાઉ પોઝિટિવ આવેલાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. આ સાથે ગાંધીધામમાં કુલ સક્રિય કેસ 18 તો જિલ્લામાં 55 થયા છે.

શુક્રવારે બહાર પાડેલી યાદીમાં જણાવ્યું કે ગાંધીધામના શહેરી વિસ્તારમાં 5 તો ગ્રામીણ વિસ્તારમાં 4 આમ કુલ 9 નવા કેસ નોંધાયા હતા. જેમાં બે ફીટર ઝોનમાં બહારથી આવેલા શખ્સ પોઝિટિવ આવ્યા છે, એક સીઆઈએસએફનો કંડલા ખાતેનો જવાન છે, એક પડાણા હાઈવે પર રહેતા વ્યક્તિ તો એક 400 ક્વાટર, રેલવે કોલોની અને આદિપુર રહેતી યુવતીને કોરોના હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. અન્ય એક કેસમાં વ્યક્તિ મુંદ્રાનો છે,પરંતુ ગાંધીધામમાં ટેસ્ટ કરાવ્યો હોવાથી તેની ગાંધીધામમાં એંટ્રી થવા પામી હતી.

બીએસએફ, પાલિકા, પોલીસ, ડીપીએના કર્મીઑની વેક્સિન લેવામાં નિરસતા
વેક્સિનના બન્ને ડોઝ લાગ્યા બાદ પ્રિકોશન કે બુસ્ટર ડોઝ ફ્રંટ લાઈન વર્કર્સ અને સંલગ્ન સરકારી વિભાગોમાં આપવાનું શરૂ કરાયા બાદ તેમનામાંજ કેટલાકમાં રુચી ન હોય તેમ ગાંધીધામ તાલુકામાં હજી 60 જેટલા શિક્ષકો, 70 પાલિકા કર્મી અને એટલાજ પોલીસ કર્મચારીઓ, બીઍસએફના 2500 જવાનો અને 40 જેટલા ડીપીએના કર્મચારીઓ અને અધિકારીઓએ હજી સુધી પ્રીકોશન ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...