મોત પાછળનું કારણ અકબંધ:ગાંધીધામમાં યુવકનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના કાર્ગો યાદવનગર ઝુપડામાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ કાર્ગો યાદવનગર ઝુપડામાં રહેતા 18 વર્ષિય વિશાલકુમાર વસંતભાઈ શ્રીમાળીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી લીધું હતું. તેના માતા ગીતાબેને જણાવ્યું હતું કે, તેઓ 3 તારીખે રાત્રે બહાર ગામ ગયા અને 6 તારીખે સવારે 8 વાગ્યે ઘરે પરત આવ્યા ત્યારે જોતા દરવાજો અંદરથી બંધ હતો. જેથી દરવાજો ખોલીને અંદર જતાં દિકરા વિશાલની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

18 વર્ષના યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે તો હજુ અકબંધ છે, પરંતુ પરિવારની ગેરહાજરીમાં તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બી ડિવિઝન પીઆઈ એમ.એન. દવેએ જણાવ્યું હતું કે, અહીં માતા અને પુત્ર એકલા રહે છે. માતાએ જણાવ્યું હતું કે, દિકરો છુટક મજૂરી કરતો હતો અને તણાવમાં રહેતો હોઈ કદાચ તેના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. મૃતદેહનું જામનગરની હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...