છેતરપિંડી:ગાંધીધામમાં નોકરિયાત યુવાનને લોનની લાલચ આપી રૂ. 1.56 લાખ ખાતામાંથી કાઢી લેવાયા

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICICI બેંકના કર્મી તરીકે ઓળખ આપનાર સામે નોંધાવાઇ ફરિયાદ

ગાંધીધામમાં ખાનગી નોકરી કરતા યુવાને ક્રેડિટ કાર્ડ જનરેટ કરવા આઇસીઆઇસીઆઇ બેંકના કસ્ટમરકેરનો નંબર ગૂગલ પરથી લીધા બાદ સામે બેંક કર્મીની ઓળખ આપી લોનની લાલચ આપનારે યુવાનના એકાઉન્ટમાંથી રૂ.1.56 લાખ ઉપાડી લઇ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

નવી સુંદરપુરી ઇમામ ચોક ખાતે રહેતા અને કાસેઝની કંપનીમાં મશિન ઓપરેટર તરીકે કામ કરતા ઇમરાનભાઇ હબીબશાહ ફકીરે ગત તા.18 ફેબ્રુઆરી ના સાંથે 5 વાગ્યે તેમણે આઇસીઆઇસીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું હતું તે જનરેટ કરાવવા ગુગલ ઉપરથી બેંકના કસ્ટમર કેર નંબર લઇ ફોન કરતાં સામે દિપક શર્મા નામની વ્યક્તિએ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ નાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ તે એપ્લિકેશનમાં બેંક ડિટેઇલ નાખવાનું કહેતાં તેમણે એચડીએફસી બેંકની ડીટેઇલ નાખી હતી.

આ ડિટેઇલ નાખતાં જ રૂ.1,56,761 ની લોન એપૃવ માટે એપ્લિકેશનમાં બતાવતાં દિપક શરમાને આ બાબતે પુછતાં તેણે આ લોન માટે નથી પરંતુ તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ બતાવે છે તમે એપૃવ કરી નાખો કહી વિશ્વાસમાં લેતાં તેમણે એપૃવ કરી નાખ્યું હતું.

જે તેમના એચડીએફસી બેંકના એકાઉન્ટમાં જમા થયા બાદ એની ડેસ્ક એપ્લિકેશનનો કોડ માગી આ દિપક શર્માએ રૂ.1,56,760 ઉપાડી લીધા હતા જે લોન તેમના નામે એપૃવ થઇ હતી. તેમણે બેંક કર્મી તરીકે ઓળખ આપનાર શખ્સે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પીઆઇ એચ.કે.હુંબલે વધુ તપાસ હાથ ધરી છે.

જવાબદાર શાખામાં જઇ નિરાકરણ માટે વખતો વખત અપીલ કરાય છે
કોઇપણ બેંકની કામગીરી માટે કે નિરાકરણ માટે લોકો ઓનલાઇન પતાવવાની પેરવી કરે છે જેને કારણે અનેક વખત આવા છેતરપિંડીના બનાવો બને છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની છેતરપિંડીના ભોગ લોકો બની ચૂક્યા છે. આવા બનાવો અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અપીલ કરાય છે પરંતુ લોકોને બેંકની શાખા સુધી જવા કરતાં ઘર બેઠે ઓનલાઇન પતાવવામાં રસ રહેતો હોવાને કારણે આવી ઘટનાઓનો ભોગ લોકો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...