વિવાદ:ગાંધીધામમાં આંખમાં મરચું નાખી યુવાન પર ધારીયા, ધોકાથી હુમલો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હુમલા બાદ ઇજાગ્રસ્ત ભુજ સારવાર હેઠળ હતો : 3 સામે ફોજદારી

ગાંધીધામની શેખરવાડી પાસે અગાઉ કરેલી ફરિયાદ પરત ખેંચવાનું દબાણ કર્યા બાદ ત્રણ જણાએ યુવાનની આંખમાં મરચાનો ભૂકો છાંટી ધોકા અને ધારિયાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ખોડીયારનગરમાં રહેતા 21 વર્ષીય ઇકબાલ સિદ્દિક જામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5/9 ના બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં તેઓ ભારતનગરમા઼ ફેરી કરી રહ્યા હતા તે દરમિયાન ખારીરોહર રહેતા મામદ જુનેદે ફોન કરી શેખરવાડી પાસે બોલાવ્યો હતો.

ચા લેવા જવાનું કહી ગયા બાદ તે અલ્તાફ સોઢા અને એક અજાણ્યા ઇસમને લઇને આવ્યો હતો. તેઓ કંઇ સમજે તે પહેલાં અલ્તાફે તેમની આંખમાં લાલ મરચાની ભુકી નાખી હતી અને ત્યારબાદ ધોકા વડે માર મારી અલ્તાફે તે મારામારીની ફરીયાદ નોંધાવી છે તે પાછી ખેંચી લે તેમ કહેતાં તેમણે ના પાડી તો ઉશ્કેરાયેલા અલ્તાફે બન્ને હાથમાં ધારિયું મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...