અકસ્માત:પિતાની નજર સામે તરૂણ પુત્ર ડમ્પર નીચે ચગદાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ નજીકના અકસ્માતમાં ચાલક ફરાર

ગાંધીધામ નજીક એ.વી.જોષી કંપની પાછળ ગોડાઉનમાં કામ કરી રહેલા પિતાની નજીર સામે જ 13 વર્ષીય પુત્રના માથા ઉપરથી ડમ્પરના પૈડા ફરી વળતાં ચગદાયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ મધ્યપ્રદેશના જાંબુઆના હાલે મચ્છુનગર ફાટક પાસે ઝંૂપડપટ્ટીમાં રહેતા 43 વર્ષીય ખીમાભાઇ વાલજીભાઇ ભાભોર અને તેમના બનેવી અંતરસિંગ ભીલવાડ ગતરાત્રે 12 વાગ્યે એ.વી.જોષી કંપની પાછળ ગૌશાળાની બાજુમાં આવેલા રતન ગોડાઉનમાં મજૂરીકામ કરી રહ્યા હતા. તેમની સાથે આવેલો તેમનો 13 વર્ષીય પુત્ર સુનિલ ખીમાભાઇ ભાભોર પણ સાથે આવ્યો હતો.

સુનિલ ગોડાઉનના ગેટ પાસે બેઠો હતો તે દરમિયાન પૂર ઝડપથી ગોડાઉનમાં પ્રવેશી રહેલા ડમ્પરના ચાલકે સુનિલને અડફેટે લેતાં ડમ્પરના ટાયર સુનિલના માથા ઉપરથી ફરી વળતાં છૂંદાઇ ગયું હતું અને પિતાની નજર સામે 13 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. હતભાગી પુત્રના પિતા ખીમાભાઇએ અકસ્માત સર્જી નાશી ગયેલા ડમ્પર ચાલક વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ રીનલબેન બરાડીયાએ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી મજૂરીકામ કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...