દારૂની હેરાફેરી:પૂર્વ કચ્છમાં સતત ત્રીજા દિવસે દારૂના ધંધાર્થીઓ પર તવાઇ ,લાકડિયા પાસે કારમાં લોડ થતા 2.33 લાખના દારૂ સાથે 1 જબ્બે

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર સહિત 22.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 વિરૂધ્ધ ગુનો નોંધ્યો

ભચાઉ તાલુકાના લાકડિયા પાસે કારમાં લોડ થઇ રહેલા રૂ.2.33 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે પકડી લઇ કાર સહિત કુલ રૂ.22.43 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

લાકડિયા પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી જુના કટારીયા પાસે પહોંચતાં બાતમી મળી હતી કે, સામખિયાળીથી રાધનપુર જતા હાઇવે પર સંધુ પંજાબી હોટલ સામે ગેલાસરી તલાવડી બાજુમાં હેવી વીજ લાઇનના થાંભલા પાસે લાકડિયાનો રહેવાસી જુસબ સુલેમાન ગગડાએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને હાલમાં સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં હેરફેર કરવાની ફિરાકમાં છે.

આ બાતમી મળતાં જ ટીમે ત્યા઼ વોચ ગઠવી હતી જેમાં એક ઇસમ કારમાં બોક્સ ભરી રહ્યો હતો. જે પોલીસને જોઇ ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી તેને પકડી લીધો હતો. તે પોતે પલાંસવાનો ઉમેદ હિન્દુભાઇ ભરવાડ હોવાનું જણાવતાં કારની તલાશી લેવાઇ હતી. જેમાં રૂ.2,33,160 ની કિંાતનો અલગ અલગ બ્રાન્ડની 540 બોટલો મળી આવતાં કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.22,43,160 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

લાકડીયા ઇન્ચાર્જ પીઆઇ આર.આર.વસાવાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો લાકડિયાના જુસબ સુલેમાન ગગડાએતેના માણસ ચીરઇના કાના બઢિયાને મોકલી ઉતરાવ્યો હતો આ દારૂનો જથ્થો પલાંસવા ખાતે ધંધાકીય ભાગીદાર સુરેશ સામાભાઇ ભરવાડ સાથે છૂટક વેંચાણ કરવા લઇ જવાતો હોવાનું જણાવતાં કુલ 4 વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

25 થી વધુ દરોડા પાડી દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઇ જારી રખાઇ
પૂર્વ કચ્છ પોલીસે સતત ત્રીજા દિવસે 25 થી વધુ દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઇ ચાલુ રાખતાં ફફડાટ મચી જવા પામ્યો છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે 15 દરોડા પાડી 16 વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો, ભચાઉ પોલીસે ચાલુ ભઠ્ઠી પર ત્રાટકી ગુનો નોંધ્યો હતો તો અંજાર,આડેસર, સામખિયાળી પોલીસે પણ દરોડા પાડ્યા હતા.

નિંગાળમાંથી 15 હજારના દારૂ-બિયર સાથે 1 ઝડપાયો
અંજારના નિંગાળમાં મુસલમાનવાસ મસ્જિદ પાસે રહેતો હાસમ કારા બાફણ પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે તેના રહેણાક મકાનમાં દરોડો પાડી રૂ.3,000 ની કિંમતના અંગ્રેજી શરાબની 6 બોટલ, રૂ.12,600 ની કિંમતના બિયરના 126 ટીન મળી કુલ રૂ.15,600 ના દારૂ અને બિયર સાથે હાસમને 2 મોબાઇલ સહિત કુલ રૂ.21,100 ના મુદ્દામાલ સાથે પકડી હાજર ન મળેલા નિંગાળના મહેન્દ્રસિંહ નારૂભા વાઘેલા સહિત બે વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...