'આપ'એ પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો:પૂર્વ કચ્છમાં આપના કાર્યકરો ઘરે-ઘરે નાગરિકોને બાંહેધરી કાર્ડ આપશે, ચૂંટણીને લઈ જોડ-તોડની રેસ શરૂ

ગાંધીધામએક મહિનો પહેલા

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ આમઆદમી પાર્ટી તમામ મોરચે સજ્જ થવાની દિશામાં આગળ ધપી રહી છે. આજથી શરૂ થનારા અભિયાન તળે પૂર્વ કચ્છમાં આપના કાર્યકરો ઘરોઘર જઈ પક્ષના કામનું ગેરંટી કાર્ડ વિતરણ કરશે. તેવી વિગતો આમઆદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઈ હતી. પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા ઉપપ્રમુખ બી.ટી. મહેશ્વરીએ કહ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના લોકોને સરકાર બનતા સાથે વીજળી, આરોગ્ય, શિક્ષણ, બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થું, મહિલાઓને મફત મુસાફરી, પરિવારની ૧૮ વર્ષથી ઉપરની મહિલાને ૧૦૦૦ રૂપિયા દર વર્ષે પેન્શન, વૃદ્ધોને તીર્થયાત્રા વગેરે જે ગેરંટી આપી છે એ સરકાર બનતા પુરી કરવામાં આવશે. આપએગેરંટી કાર્ડ વિમોચન કર્યું હતું અને આ અભિયાનનો પ્રારંભ તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સંજોગોમાં લોકોનો અમારી પાર્ટી પ્રત્યે લગાવ વધ્યો છે. જેને જોઈને અસમાજિક તત્ત્વો પોતાના પક્ષના આકાઓની સૂચના તળે પક્ષના કાર્યકરોને નિશાન બનાવે છે. તાજેતરમાં આપના મહામંત્રી મનોજભાઈ ઉપર થયેલા હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી હતી. આ પ્રેસ વાર્તા જિલ્લા ઉપપ્રમુખ બી.ટી.મહેશ્વરી, ઉપપ્રમુખ હિતેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ રાજુભાઇ લાખાણી, ગુજરાત પ્રદેશ લઘુમતી સેલ પ્રમુખ કે.કે અન્સારી, રાયશી ભાઈ દેવરિયા, આર ડી માતંગ વગેરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે તનુજા તેવાની, અમૃતભાઈ રાઠોડ, નીતિન પટેલ, મહેશ કેવલ રામાણી, રેખા કેવલ રામાણી, માળશી ભાઈ, રવિશંકર શ્રીમાળી, અનવર ભાઈ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...