ગુંડાગરદી સાથે ઉઘરાણી:ભારતનગરમાં મોબાઈલના હપ્તા બાબતે ફાઈનાન્સવાળાએ ઘરમાં જઈને મહિલા સહિત યુવાનને માર માર્યો, પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોબાઈલના હપ્તા બાબતે ગાંધીધામમાં ફાઈનાન્સ પેઢીના કર્મચારીઓએ યુવાનના ઘરમાં જઈને અધમ મચાવી મહિલાનું માથુ દિવાલમાં ભટકાવી દીધી હોવાની ઘટના બનવા પામી છે. ભારતનગરના નવદુર્ગા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ડાયાલાલ કોચરાએ આરોપીઓ બજાજ ફાઈનાન્સમાં કામ કરતા રાહુલસિંહ, પ્રદીપસિંહ, રાજવીરસિંહ, ભરતસિંહ અને તેની સાથે આવેલા અન્ય ચાર ઈસમો સામે ગુનો દાખલ કરાયો હતો. જે મુજબ આરોપીઓએ ફરિયાદીના ઘરની અંદર ગેરકાયદે પ્રવેશ કરી રાડારાડી કરી મોબાઈલનો હપ્તો લેવા બાબતે ઝઘડો કરી ગળદાપાટુનો માર મારતા ફરિયાદીના ભાઈ નરેશ, માતા કેશરબેન ઝઘડામાં વચ્ચે પડીને છોડાવવા માટે આવ્યા ત્યારે આરોપીઓ તેમને લાકડી વડે માર માર્યો હતો. તેમજ ઘરની કાચની બારીમાં મહિલાનું માથુ ભટકાવી કાંચ તોડી નુકસાન કરી જાતી અપમાનીત શબ્દો કહ્યાં હતા. જેથી ફરિયાદીએ પોલીસ મથકમાંથી સમગ્ર હકીકતો અંગે પોલીસને વાકેફ કરી ગુનો દાખલ કરાવતા પોલીસે એટ્રોસિટી, મારામારી સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની અટક કરવા સહિતીન આગળની કાર્યવાહી હાથ ધરી છે. . જેની તપાસ ડીવાયએસપી મુકેશ ચૌધરીને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...