કાર્યવાહી:ભચાઉમાં પશુ ચિકિત્સકને હનિટ્રેપમાં ફસાવી 17 લાખની ખંડણી મગાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા.8/8 થી તા.2/9 દરમિયાન બની ઘટનામાં પોલીસે પાંચે આરોપીને પકડી લીધા

ભચાઉના કુંભારડી ખાતે રહેતા પશુ ચિકિત્સકને વિશ્વાસમાં લઇ હનિ ટ્રેપમાં ફસાવી અશ્લિલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.17 લાખની ખંડણી મગાઇ હોવાની ફરિયાદથી ચકચાર મચી જવા પામ્યો છે. મોરબીની બે મહિલા સહિત 5 વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તેમને પકડી પણ લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભચાઉના કુંભારડીમાં રહેતાં 42 વર્ષીય ફરિયાદી ખીમજી રણછોડભાઈ રાવરીયા પશુ ચિકિત્સક હોવાની સાથે ખેતી પણ કરે છે પ્રથમ પત્ની ભૂકંપમાં મૃત્યુ બાદ બીજા લગ્ન કરેલા પરંતુ છૂટાછેડા થઈ ગયા હતા. ગત 8મી ઓગસ્ટે ખીમજીભાઇને વોટસએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ કરી યુવતીએ પોતે મોરબીની નયના કોલી હોવાનું જણાવી પરિચય કેળવ્યો હતો.

16 ઓગસ્ટે દર્શનાર્થે કચ્છ આવી રહી હોવાનું કહી તે ખીમજીભાઇને બસ સ્ટેશન પર મળી મીલન ગેસ્ટહાઉસ ગયા હતા. જ્યાં નયનાની મરજીથી બેઉ જણે શરીર સંબંધ બાંધ્યા બાદ ખરીદીના બહાને રૂ. 3 હજાર માગ્યા બાદ બન્ને જણાએ બીજી વખત શરીર સબંધ બાંધ્યો ત્યારે નયનાએ વીડીયો ફોટા પાડી લઇજેટલા પૈસા હોય તે આપી દે કહેતાં ગભરાઇને ખીમજીએ ફરી રૂ.3 હજાર આપ્યા હતા.

આ ઘટના બાદ મરબીના દેવીબેન ગાડુભાઇ રબારી, ગાડુભાઇ રબારી, ચંદ્રેશ દિનકરરાય જોશી અને રઝાકમામદ હનિફ નોડેએ આ વિડીયો ફોટા વાયરલ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.17,00,000 ની ખંડણી માગી સતત માનસિક ત્રાસ આપ્યો હતો આ ત્રાસથી કંટાળી આખરે તેમણે આ તમામ વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આ પાંચે આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

શુક્રવારે સાંજે ચંદ્રેશ રઝાકને લઈ ખીમજીભાઇને મળવા આવ્યો હતો
આ ઘટનાક્રમ ચાલુ હતો તેની વચ્ચે ગઇકાલે સાંજે ખીમજી ચંદ્રેશ રઝાકને લઇ ખીમજીભાઇને મળવા ગયો હતો જેમાં ચંદ્રેશે તેને જણાવ્યું હતું કે પટેલ, તારે રૂપિયા 17 લાખ આપવા પડશે, નહીં તો તારા વીડિયો અને ફોટો વાયરલ થઈ જાશે અને નયના કોલી, દેવી રબારી તેનો ઘરવાળો ગાડુભાઈ રબારી એમ કહે છે કે જો તું રૂપિયા નહી આપ તો બધાંય ભેગાં થઈને તને બળાત્કારના કેસમાં ફીટ કરી દેશું ત્યારબાદ ખીમજીને દેવી રબારીએ ફોન કરી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...