ક્રાઇમ:અંજારમાં કૌટુંબિક જેઠે બ્લેકમેઇલ કરી 3 વર્ષ દુષ્કર્મ આચર્યું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અંજારમાં કૌટુંબિક જેઠ જ ભાઇની પત્નીને બ્લેકમેઈલ કરી સતત ત્રણ વર્ષથી શારીરિક શોષણ કરતો હોવાનો બનાવ બહાર આવ્યો છે. કૌટુંબિક જેઠ સાથે સંબંધ તોડી નાખતાં ઉશ્કેરાઈને ફોટો અને વીડિયો ક્લિપ વાયરલ કરતાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ણાવાયું છે. અંજારમાં રહેતી ૨૪ વર્ષિય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં તેના પ્રેમલગ્ન થયા બાદ તે પતિ સાથે ભાડાના મકાનમાં સ્વતંત્ર રહેવા ગઈ હતી. આ મકાન તેને પતિના મોટા બાપાના પુત્રએ ભાડે અપાવ્યું હતું.

મકાન ભાડે અપાવનાર જેઠે તેની સાથે મીઠી મીઠી વાતો કરી સબંધો મજબુત બનાવ્યા પછી આ વાતોનું રેકોર્ડિંગ તેના પતિ અને સાસરિયાને સંભળાવી દેવાની ધમકી આપી ત્રણ વર્ષ પૂર્વે તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેના શારીરિક શોષણનો સિલસિલો શરૂ થયો હતો.

પતિ સાથે અન્ય બે મકાનો બદલ્યાં પણ પણ તેનો કાૈટુંબિક જેઠ તેને વીડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા ફરજ પાડતો રહ્યો હોવાનું પીડીતાએ જણાવ્યું હતું. તેના આ કુકર્મથી ત્રસ્ત પીડીતાએ તેની સાથે સબંધ તોડી નાખતાં જેઠે સોશિયલ મીડિયા પર વીડીયો અને ફોટા વાયરલ કરી દીધા હતા. બદનામીના ડરથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ પતિ અને સાસરિયાને કૌટુંબિક જેઠની વાત કરતાં પતિ અને સાસરિયાએ તેનો સાથ આપી પોલીસ ફરિયાદ કરવા હિંમત આપતાં તેણે આ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...