ધરપકડ:અંજારમાં કોર્ટના કર્મચારીએ મિત્રતા કેળવી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ બાદ અંજાર પોલીસ દ્વારા આરોપીની કરાઇ ધરપકડ

અંજાર કોર્ટના કર્મીએ ભરણપોષણના કેસમાં વધારે મંજુર કરાવી દેવાની લાલચ આપી પરિણીતાની સાથે મિત્રતા કેળવી એક વખત કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ ફોટા વાયરલ કરવાની તેમજ જો મળવા નહીં આવે તો તારા પુત્ર અને માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. કોર્ટના કર્મચારીની અયોગ્ય માંગણીથી વાજ આવેલી પરિણીતાએ અંતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર પરિણીતાએ અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અંજાર કોર્ટમાં તેમણે ભરણ પોષણનો કેસ ચાલતો હતો જેના માટે અવાર નવાર તેમને કોર્ટમાં જવું પડ્યું હતું.તે દરમિયાન કોર્ટમાં નોકરી કરતા મનહરલાલ પારગી સાથે પરિચય થયો હતો અને તેણે ભરણ પોષણના કેસમાં વધારે મ઼જુર કરાવી આપવાની લાલચ આપી મિત્રતા કેળવી તેમનો મોબાઇલ નંબર લીધો હતો.

આજથી બે વર્ષ પહેલાં મનહરલાલે તેમને અંજાર શાળા નંબર 17 પાસે બોલાવી કોઇક પીણું પીવડાવી બેભાન હાલતમાં બળજબરી પુર્વક મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા ઉપરાંત તેમના ફોટા પાડી લઇ તેમજ જો મળવા નહીં આવે તો તારા પુત્ર અને માતા-પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી વારંવાર મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ઼ હોવાની ફરીયાદ તેમણે અંજાર પોલીસ મથકે નોંધાવી હતી. આ ઘટનામાં અંજાર પીઆઇ એસ.એન.ગડ્ડુએ વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ બાદ અંજાર પોલીસે બુધવારે સાંજે આ કૃત્યમાં સંડોવાયેલા મનહરલાલ છગનલાલ પારગીની ધરપકડ કરી લીધી હતી.

પકડાયેલો શખ્સ હાલ બરવાડાની કોર્ટમાં રજીસ્ટ્રાર
પોલીસે ધરપકડ બાદ જણાવ્યું હતુ કે, બનાવ સમયે પકડાયેલો શખ્સ અંજારની કોર્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. જો કે હાલમાં તેની બદલીને બરવાડાની કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...