અંજારમાં યુવકને વ્યાજનાં ચક્રમાં ફસાવી, ઉઘરાણી મુદ્દે મારમારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સ વિરૂધ્ધઅંજાર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
આ અંગે પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, અંજારનાં હોથી ફળીયામાં રહેતા ફરીયાદી સુલેમાન સીધીક કલરને આજથી ચાર મહિના અગાઉ રૂપિયાની જરૂર હોવાથી તેમણે અંજારમાં ઓકટ્રોય ચોકી પાસે આવેલ ઓફીસમાંથી ફારૂક અબ્બાસ શેખ પાસેથી 10 હજાર રૂપિયા 20 ટકા લેખે લીધા હતા. ફરિયાદીએ ટુકડે ટુકડે આરોપી ફારૂકને વ્યાજ લેખે 12 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં ફારૂકે ફરિયાદીને કહ્યું હતું કે, તારે મને 6 હજાર રૂપિયા આપવાના છે. કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપા-ઝપી કરતાં ફરિયાદીને કપાળના ભાગે ઇજાઓ પહોચી હતી. ઉપરાંત આરોપીએ ફરીયાદીને કહ્યુ હતુ કે, અમે શેખદાદા છીએ, અમારા રૂપિયા નહિ આપે તો હાથપગ ભાંગી નાખીશ. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપી ફારૂક અબ્બાસ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.