દૂર્ઘટના:આદિપુરમાં પશુ આડે આવતા ચાલકે કાબુ ગુમાવ્યો, બે કારનો અકસ્માત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર રોડ પર કૂતરૂં વચ્ચે આવતાં બોલેરો ઝાડમાં ટકરાઇ
  • બે અલગ કિસ્સાઓમાં મોટી દૂર્ઘટના ટળી : સિંધુ વર્ષામાં આખલો આડો ફરતાં ક્રેટા ઘરમાં ઘૂસી

આદિપુરમાં ગત રોજ પશુ આડે આવતા અકસ્માતની બે અલગ કાર અકસ્માતની ઘટના બની હતી. બન્નેમાં એકમાં કુતરુ તો બીજામાં આખલો આડો ફરતા અકસ્માતનું નિમીત બન્યા હતા. રહેણાક વિસ્તારમાં કારએ કાબુ ગુમાવતા બનેલી આ ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી હતી અને મોટી દુર્ઘટના થતા અટકી હતી.ગાંધીધામ અને આદિપુરને જોડતા 24 કલાક ધમધમતા ટાગોર રોડ પર રખડતા ઢોરોને કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા રહે છે, તેની વચ્ચે ગત બપોરે ટાગોર રોડ પર જઇ રહેલા બોલેરો ચાલકે અચાનક વચ્ચે કુતરૂં આવી જતાં કાબુ ગુમાવ્યો હતો અને જીપ ઝાડમાં ધડાકાભેર ટકરાઇ હતી.​​​​​​​ ચાલકને ઇજાઓ પહોંચી હતી પરંતુ આ ઘટના બાબતે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.

તો બીજો અકસ્માત આદિપુરના ટીઆરએસ સિંધુ વર્ષા સોસાયટીમાં પણ ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ક્રેટા કાર આડે આખલો આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર એક ઘરમાં ઘૂસી ગઇ હતી . સદ્દભાગ્યે મોટી દૂર્ઘટના ટળી હતી.જો કે , આ ઘટના બાબતે પણ પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...